ધાનપુરના પીપેરો ગામમાં પતિએ પત્નીની જાણ બહાર બીજી યુવતીને પત્ની તરીકે લઈ આવ્યો હતો. ઉપરાંત પ્રથમ પત્નીને પતિ તથા સાસરીયા દ્વારા શારીરીક અને માનસીક ત્રાસ આપતાં પરિણીતાએ પતિ તેમજ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
મને છુટાછેડા આપી દે કહી ગાળો ભાંડી
દેવગઢ બારીયાના કોળીના પુવાડા ગામે સડક ફળીયામાં રહેતી 23 વર્ષીય યુવતીના લગ્ન ધાનપુરના પીપેરો ગામે ચોકડી પર રહેતા વિજય પોપટભાઈ ગણાવા સાથે સમાજના રિતરીવાજ મુજબ થયા હતા. યુવતીને તેના પતિ વિજયે તા. 8 ઓક્ટોબર,2021ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે કહેલ કે, તું અહીથી જતી રહે, મારે તારી સાથે રહેવું નથી, તુ મને ગમતી નથી, તુ મને છુટ્ટાછેડા આપી દે કહી બેફામ ગાળો બોલી હતી.
છેવટે ત્રસ્ત પરિણીતા પોલીસને શરણે પહોંચી
સસરા પોપટભાઈ પુનાભાઈ ગણાવા, સાસુ શકરીબેન પોપટભાઈ ગણાવાએ ભેગા મળી અવારનવાર શારીરીક અને માનસીક ત્રાસ તેઓના છોકરા સાથે પરિણીતાને તેઓના ઘરેથી કાઢી મૂકી હતી. જ્યારે વિજયે ગામની યુવતીને બીજી પત્ની તરીકે રાખવા સારૂ લઈ આવી પહેલી પત્નીને શારીરીક અને માનસીક ત્રાસ આપતા આવા ત્રાસથી વાજ આવી ગઈ હતી. છેવટે પરિણીતાએ પોતાના પતિ, સસરા, સાસુ તથા તેના પતિની બીજી પત્ની વિરૂદ્ધ દે.બારીયા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.