દાહોદના ઝાલોદ તાલુકાના ખેડા ગામે એક ટ્રેક્ટર ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે હંકારી મોટર સાયકલ સવાર દંપતીને અડફેટે લીધું હતું. જેથી આ અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
હવસીંગભાઈ તેરસીંગભાઈ સંગાડા અને તેમની પત્ની અસનાબેન (બંન્ને રહે. હીરોલા, નિશાળ ફળિયા, તા.સંજેલી, દાહોદ) પોતાની મોટરસાઈકલ લઈ ખેડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હવસીંગભાઈની મોટરસાઈકલને અડફેટમાં લીધું હતું. જેથી હવસીંગભાઈ અને તેમની પત્ની અસનાબેન બન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે હવસીંગભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે અસનાબેન હવસીંગભાઈ સંગાડાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.