તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિનિ વેકેશન:દાહોદમાં 3 જાહેર રજા આવતાં સેંકડો લોકોના કામો અટવાયાં

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • અનેક લોકોએ મિનિ વેકેશનનો લાભ લીધો
 • પ્રજાએ આસપાસના સ્થળોની મુલાકાત લીધી

દાહોદ જિલ્લામાં વર્ષના અંતિમ સપ્તાહમાં શુક્ર, શનિ અને રવિવાર એમ સળંગ ત્રણ દિવસ જાહેર રજા આવતા અનેક લોકોના કામ અટવાઈ જવા પામ્યા છે. તા. 25 ડિસેમ્બરે નાતાલ, 26 ડિસેમ્બરે ચોથો શનિવાર અને રવિવારે કાયદેસરની સાપ્તાહિક રજા હોઈ સળંગ ત્રણ દિવસ સુધી બેન્કો, દાહોદ પાલિકા તેમજ અન્ય સરકારી તંત્રોના કર્મચારીઓને રજા હોઈ કચેરીઓ બંધ રહેવા પામી હતી. જેને લઇને વર્ષના અંતે છેલ્લા સપ્તાહમાં લોકોએ કરવા ધારેલા અનેક કામો અટવાઇ જવા પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ બે દાયકાથી શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ માટે ‘ફૂડ એન્ડ ટ્રેડ ફેર’ યોજાય છે. જેને દાહોદવાસીઓ તરફથી ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડે છે જે પણ આ વખતે કોરોનાને કારણે બંધ રાખવામાં આવ્યો છે. કોરોનાના કારણે બહાર નહીં જઈ શકતા લોકોએ આ મીની વેકેશનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો