તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિરેન પટેલ હત્યાકાંડ:ઝાલોદના હિરેન પટેલની હત્યામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહી: ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

ઝાલોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઝાલોદમાં બેઠક કરી

ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કેસમાં જે કોઇ પણ સંડાવાયેલા હશે, તેને છોડવામાં નહી આવે. દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસના બીજા દિવસે ઝાલોદ ખાતે સ્વ. પટેલના પરિવારજનોને ફરી મળ્યા હતા.

દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસના બીજા દિવસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઝાલોદ ખાતે સ્વ. પટેલના પરિવારજનોને ફરી મળ્યા હતા. જાડેજાની ગત્ત સપ્તાહની મુલાકાત બાદ સ્વ. હિરેશ પટેલના પત્ની બિનાબેનનું પણ અવસાન થયું હતું. તેના પગલે જાડેજાએ શનિવારે ફરી પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત કુટુંબીજનોને દિલસોજી પાઠવી હતી. તે બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત કમિશનર અમિત વિશ્વકર્મા, એટીએસના હિમાંશુ શુક્લા, ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ. ભરાડા, દાહોદ SP હિતેશ જોયસર સહિતના અધિકારીઓ સાથે આ કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

જાડેજાએ જણાવ્યું કે, સ્વ. હિરેન પટેલની હત્યાની ઘટનાના મૂળ સુધી જઇ, જેમાં હત્યાના સંભવિત કારણો, કોની સૂચનાથી હત્યા થઇ હોઇ શકે જેવા પાસાઓ ધ્યાને રાખી જેમણે પણ હત્યા કરી હોય કે કરાવડાવી હોય, તમામને સજાની પ્રક્રિયા હેઠળ લાવવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પ્રકારના સાધનિક દ્રષ્ટિકોણથી તપાસ કરાઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે, આ કેસમાં પોલીસ પહેલેથી જ સઘન તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, ઝાલોદના અજય કલાલ, MPના મહેદપુરના મહોમ્મદ સમીર, સજ્જનસિંગ ચૌહાણ, મહેદપુરના ઢાબાના માલિક બાલારામ ભીલવાડા અને સલીમ ઉર્ફે કાળાભાઇ શેખ મળી 6ની ધરપકડ કરાઇ છે. આ કેસમાં બાકીના આરોપીની શોધખોળ ચાલે છે. તેની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ટેકનિકલ એવિડન્સ એકત્ર કરાઇ રહ્યા છે. આમાં જે કોઇ સંડાવાયેલા હશે, તેને છોડવામાં નહીં આવે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ATS ચીફ સહિતના સાથે પ્રદીપસિંહની બેઠક
જાડેજાની ગત્ત સપ્તાહની મુલાકાત બાદ સ્વ. હિરેન પટેલના પત્ની બિનાબેનનું પણ અવસાન થયું હતું. તેના પગલે જાડેજાએ આજે ફરી પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. પટેલ પરિવારની મુલાકાત બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત કમિશનર અમિત વિશ્વકર્મા, એટીએસના હિમાંશુ શુક્લા, નાયબ પોલીસ મહા નિરીક્ષક એમ. એસ. ભરાડા, પોલીસ અધીક્ષક હિતેશ જોયસર સહિતના અધિકારીઓ સાથે આ કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

ગુનેગારોને સજા અપાવવા તમામ રીતે તપાસ કરાશે
બેઠક બાદ એક નિવેદનમાં જાડેજાએ જણાવ્યું કે, સ્વ. હિરેન પટેલની હત્યાની ઘટનાના મૂળ સુધી જઇ, જેમાં હત્યાના સંભવિત કારણો, કોની સૂચનાથી હત્યા થઇ હોઇ શકે જેવા પાસાઓ ધ્યાને રાખી જેમણે પણ હત્યા કરી હોય કે કરાવડાવી હોય, તમામને સજાની પ્રક્રિયા હેઠળ લાવવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પ્રકારના સાધનિક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.

6 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે
અત્રે યાદ અપાવવાનું જરૂરી છે કે, આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ સઘન તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલી રહી છે. તેની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ટેક્નિકલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

નક્સલ પ્રવૃતિની તપાસની વાત મંત્રીએ નકારી
ATSના હાથે જુલાઇ 2020માં મહિસાગરના સંતરામપુરથી ઝડપાયેલી બીલોસા બબીતા કશ્યપ નકસલી પ્રવૃત્તિ પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી હોવાનું ખુલ્યું હતું. બબીતા ગુજરાતના તાપી જિલ્લાની હોવાનું કહેવાય છે. બબીતા લાંબા સમયથી પંચમહાલ, મહિસાગર, દાહોદ અને નર્મદા જિ.ના કેવડિયા ખાતે પ્રવૃત્ત હોવાનું ATS દ્વારા ધરપકડ બાદ જાહેર કરાયું હતું. દરમિયાન પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી બબીતા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃત્તિને વેગ આપતી હોવાની આશંકાથી ઝાલોદમાં તેની તપાસ વેગવંતી બનાવાઇ હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, પ્રદીપસિંહે આ બાબતને નકારી કાઢી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો