તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદાવત:​​​​​​​ફતેપુરાના સલરામાં ખોટી ફરિયાદ કરો છો તેમ કહી મહિલા સહિત ચાર જણાએ સાસુ વહુને ફટકારતા ફરિયાદ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

ફતેપુરા તાલુકાના મોટાસરલા ગામે પોલીસમાં ખોટી ફરિયાદ કરો છો, તેમ કહી મહિલા સહિત ચાર જણાએ સાસુ - વહુને લાકડી તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બન્નેને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી

મોટાસરલા ગામે રહેતાં મનજીભાઈ ગલાભાઈ ગરાસીયા, જમનાબેન મનજીભાઈ ગરાસીયા, અજયભાઈ મનજીભાઈ ગરાસીયા અને મીથુભાઈ મનજીભાઈ ગરાસીયાનાઓ પોતાના જ ગામમાં રહેતાં શારદાબેન ધનજીભાઈ ગરાસીયાના ઘરે આવ્યાં હતાં. ગાળો બોલી કહેવા લાગેલા કે, તમે અમારા વિરૂદ્ધ પોલીસમાં ખોટી ફરિયાદો કરો છો. તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ શારદાબેન તથા તેમના સાસુ લાલીબેન બન્નેને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત શારદાબેન ધનજીભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...