કામ મળશે.. વેતન નહીં!:દાહોદ જિલ્લામાં 100 લાખ માનવદિનનો ઐતિહાસિક રેકોર્ડ કર્યો પણ શ્રમિકોની 2 માસની રૂ 67.67 કરોડની ચૂકવણી ગ્રાન્ટના અભાવે બાકી

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનરેગા હેઠળ દાહોદ જિલ્લામાં ચાલી રહેલા કામો - Divya Bhaskar
મનરેગા હેઠળ દાહોદ જિલ્લામાં ચાલી રહેલા કામો

નરેગા યોજના અંતર્ગત 2021-22 દરમિયાન ગુજરાત રાજ્ય અને દાહોદ જિલ્લાના ઈતિહાસમાં બીજી વખત 100 લાખ માનવદિન ઉત્પન્ન કરી રોજગારી પૂરી પાડવાનો એતિહાસિક રેકોર્ડ બનાવવાની ક્રેડિટ લેવાઇ રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જિલ્લામાં છેલ્લા બે માસમાં મજુરોનો પરસેવો સુકાઇ ગયો હોવા છતાં તેમને મજુરી સાથે મટીરીયલના રૂપિયા પણ આપવામાં આવ્યા નથી. આ પાછળનું કારણ કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટનો અભાવ હોવાનું કહેવાઇ રહ્યું છે.

કેટલાંક લોકોએ મજુરી માટે પરગામોમાં જવાના સ્થાને ઘર આંગણે જ મળી રહેતી મજુરી કરી હતી. જોકે, છેલ્લા બે માસથી તેમને મજુરીની કાંણી પાઇ મળી નથી. હાલમાં મનરેગા હેઠળ ચાલી રહેલા સામુહિક કૂવા, માટી મેટલ રોડ, કેટલ શેડ, પ્રાધન મંત્રી આવાસ યોજના અને જમીન લેવલિંગનું કામ કરવામાં જોતરાયેલા છે.

દાહોદ જિલ્લામાં મનરેગામાં વર્ષ 2021-22 દરમિયાન કુલ રૂપિયા 215.55 કરોડ મજુરીખર્ચ અને રૂપિયા 190.75 કરોડ માલસામાન ખર્ચ એમ કુલ રૂપિયા 406.30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સાથે 1.82 લાખ કુટુંબોના 5.03 લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જળ સંચય અને જળસંગ્રહના 2868 , જૂથ સિંચાઈ કુવાના 3339 , જમીન સુધારણાના 8966 , પશુ શેડના 4486 સહિત કુલ 44696 કામો કરાતાં ખેડૂતોની આવકમાં વધારાનો દાવો કરાયો છે.

કયા તાલુકાના શેના કેટલા રૂપિયા બાકી

તાલુકોલેબરમટીરીયલકડીયા મજુરી
ગરબાડા2.26 કરોડ87 લાખ9 હજાર
દાહોદ4.33 કરોડ3.12 કરોડ79 લાખ
દે.બારિયા2.24 કરોડ3.30કરોડ10 લાખ
ધાનપુર9.45 કરોડ4.93કરોડ20 લાખ
ફતેપુરા5.55 કરોડ5.14 કરોડ00 લાખ
ઝાલોદ2.68 કરોડ5.27કરોડ66 લાખ
લીમખેડા2.04 કરોડ5.01કરોડ34 લાખ
સંજેલી43 લાખ381 લાખ
સિંગવડ2.57 કરોડ2.25 કરોડ71 લાખ
અન્ય સમાચારો પણ છે...