તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:હિરેન પટેલ હત્યા કેસની તપાસ દાહોદ હેડક્વાર્ટર DySPને સોંપાઇ

દાહોદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝાલોદ DySP CRPC174 મુજબ ગુનો નોંધાયો ત્યારથી જ તપાસ કરતાં હતા, હત્યા હોવાનું શોધી કાઢવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી
 • ઝાલોદ DySP ફરિયાદી હોવાથી આક્ષેપ ન થાય તે માટે નિર્ણય

ઝાલોદના કાઉન્સિલ હિરેન પટેલને જીપથી ટક્કર મારીને હત્યા કરવાના પ્રકરણના 20 દિવસ બાદ પણ પોલીસની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. હિરેન પટેલના શંકાસ્પદ મૃત્યુ બાદ 27 સપ્ટેમ્બરે ઝાલોદમાં CRPC 174 મુજબનો ગુનો દાખલ થયો હતો. બી.વી જાધવ ઝાલોદ ડિવિઝનના DYSP હોવાથી તાબાના પોલીસ મથકોનું સુપરવિઝન તેમજ ગંભીર અનડીટેક્ટ ગુનાઓની તપાસ કરવાનું તેમના ભાગે આવતુ હોવાથી દાહોદ પોલીસ વડા હિતેશ જોયસરે જાવક નંબર ગનહ/આરબી/ગુપ્ત તપાસ/100/2020 એન.આર 281 નંબરના પત્રથી આ કેસની તપાસ સોંપવા હુકમ કરાયો હતો. ત્યારથી આ પ્રકરણની તપાસ ઝાલોદના DYSP બી.વી જાધવ કરી રહ્યા હતાં.

આ ઘટનાની તલસ્પર્શી તપાસ બાદ સ્થાનિક યુવક અજય કલાલ, ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, મધ્ય પ્રદેશના મો.સમીર અને સજ્જનસિંહ ઉર્ફે કરણ ચૌહાણ પકડમાં આવ્યા બાદ હિરેન પટેલની હત્યા થઇ હોવાનું ખુલ્યુ હતું. આ હત્યાનો ગુનો ઉકેલવામાં અન્ય એજન્સીઓ સાથે તપાસ અધિકારી તરીકે બી.જાધવની પણ મહત્વની ભૂમિકા રહી હતી. હત્યા ફલિત થયા બાદ 13 ઓક્ટોબરે ચારેય આરોપીઓ સામે સરકાર તરફે બી.વી જાધવે જ ફરિયાદી બનીને ઇપીકો 302,201 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેમના 22મી તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ તપાસ હજી લાંબી ચાલવાની સંભાવના છે ત્યારે જો ગુનાના ફરિયાદી જ તપાસ અધિકારી રહે તો ભવિષ્યમાં કોઇ આક્ષેપો કરાય તેવી સંભાવનાઓ રહેલી હતી. ત્યારે ઉચ્ચ કક્ષાના આદેશ બાદ હિરેન પટેલ હત્યા પ્રકરણની તપાસ દાહોદ હેડક્વાર્ટરના DYSPપરેશ સોલંકીને સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો