દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝુંસા કશનપુર ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્યની ભ્રષ્ટાચાર ગેરરીતિ અને બેદરકારી સહિત 12 મુદ્દાની ગ્રામજનોની રજુઆતમાં તપાસ અધિકારી દ્વારા ગંભીર પ્રકારની તપાસમાં ભીનું સંકેલવામાં આવ્યુ હોવાના આક્ષેપ સાથે જિલ્લા અધિકારીને લેખિત રજુઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝૂંસા કશનપુર ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય વી.કે.રાઠોડ સામે ગામના જાગૃત નાગરિકો દ્વારા મંજૂરી વિના રૂમ તોડી પાડી માલ સામાન બારોબાર વેચી માર્યો બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી, ગ્રામજનોને ધાકધમકી આપી મરજી મુજબ નોકરી કરે છે, અગાઉ પણ બાળકોના શિષ્યવૃર્તિની રકમ બાળકોને ચૂકવ્યા વિના પોતાના અંગત કામ માટે વાપરી નાખી હતી. જે બાદ રજુઆત કરતા ફરી ખાતામાં નાખવામા આવી હતી, શાળાની મુતરડી એસ્ટીમેટ પ્રમાણે બનાવેલ નથી, શાળાનો વહીવટ અને બાળકોના શિક્ષણ બાબતે ખુબજ બેદરકારી રાખે છે.
આચાર્ય શાળામાં હાજર થયા ત્યારથી આજદિન સુધી 11થી 5 વાગ્યા સુધી નોકરી કરેલ નથી. શિક્ષણ બાબતે બેદરકારી દાખવવા સહિત આવી અનેક સમસ્યાઓને લઈ ગ્રામજનો દ્વારા તાલુકા શિક્ષણાધિકારી રજુઆત કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અતુલભાઈ ભાભોરે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પરંતુ તપાસમાં આવેલ તાલુકા અધિકારી દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના આચાર્ય સામે ભીનું સંકેલવામાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ શાળામાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહી આવે તો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવી ગંભીર નોંધ સહિતની જિલ્લા અધિકારીને લેખિત રજૂઆત કરતા તાલુકા જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તપાસ ચાલુ છે, ભીનું નથી સંકેલાયંુ
ઝુસા કશનપુર ગ્રામજનોની લેખિત રજુઆત બાબતે તપાસ ચાલુ છે અને એક ઓરડો તોડવાની મંજૂરી આપી હતી. જેમાં બે ઓરડા તોડી પડાતા તેની પર પતરા નાખવા માટે આચાર્યને સૂચના આપવામાં આવી છે. આ બાબતે ભીનું સંકેલવામા આવ્યું નથી હાલ તપાસ ચાલુ છે.>અતુલ ભાભોર, સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.