અત્યાચાર:દેવગઢ બારીઆના ઉચવાણમાં પરિણીતા અને તેના પ્રેમીનું પતિએ અપહરણ કરી માર માર્યો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિએ છથી સાત લોકોના ટોળી સાથે અપહરણ કરી માર મારી ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામે એક પરિણીતા એક યુવક સાથે ભાગી ગઈ હતી. તેના પ્રથમ પતિ તથા તેની સાથે અન્ય છથી સાત ઈસમોના ટોળાએ પરિણીતા તથા તેના પ્રેમીને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી જઈ ગડદાપાટ્ટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ગત તા.12મી જુલાઈના રોજ દેવગઢ બારીઆ તાલુકાના કોયડા ગામે રહેતા મહેશ શનાભાઈ પટેલની પત્નિ ઉચવાણ ગામે રહેતાં દિલીપ તેરસીંઘબાઈ પટેલ સાથે ભાગી ગઈ હતી. આ મામલે પરિણીતાનો પહેલો પતિ મહેશ શનાભાઈ પટેલ તેની સાથે રાકેશ ભારતભાઈ પટેલ તથા તેમની સાથે બીજા છથી સાત ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવી એક પીકઅપ ગાડીમાં સવાર થઈ આવ્યાં હતાં અને પરિણીતા તથા દિલીપને ગાળો બોલી કહેવા લાગેલા કે, તે મારા ઉપર ખાધા ખોરાકીનો દાવો કરેલો હોય અને તેની મારે કોર્ટમાં મુદતો આવતી હોય, તું મુદતે હાજર કેમ રહેતી નથી, તેમ કહી દિલીપ તથા પરિણીતાને જબરજસ્તીથી પીકઅપમાં બેસાડી અપહરણ કરી લઈ ગયાં હતાં.

અપહરણ કરી બંન્નેને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે દિલીપના ભાઈ કમલેશ તેરસીંગભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...