આગાહી:દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સોમવારે વરસ્યો જ નહીં

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ શહેર સહિત જિલ્લામાં અનિયમિત વરસાદે લોકોની ચિંતા વધારી હતી. ત્યારે રવિવારે જિલ્લામાં પડેલા સર્વત્ર વરસાદથી આ ચિંતા હળવી થઇ હતી. રવિવારની રાત્રે દાહોદ શહેરમાં આખા જિલ્લામાં સૌથી વધુ 73 મિમી વરસાદ નોંધાયો હતો. સાંબેલાધાર વરસાદને કારણે આખા શહેરના રસ્તાઓ પાણીથી ભરાઇ ગયા હતાં. તેના કારણે કેટલાંક લોકોની દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા સાથે આરટીઓ કચેરી સૌથી વધુ પ્રભાવિત થઇ હતી. કચેરીમાં પાણી ભરાઇ ગયા હતા પરંતુ નુકસાન થયું ન હતું.

દાહોદ શહેર બાદ સૌથી વધુ વરસાદ દેવગઢ બારિયા અને ત્યાર બાદ સંજેલી તાલુકામાં નોંધાયો હતો. ઝાલોદ, ફતેપુરા અને લીમખેડામાં પણ અડધાથી માંડીને એક ઇંચ સુધીનો વરસાદ થયો હતો. જ્યારે વનરાજીથી ઘેરાયેલા ધાનપુર તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે વાતાવરણ તો વાદળ છાંયું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...