કૌભાંડ કે ટાર્ગેટ પૂરો કરવાનો ખેલ?:દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગે 10 વર્ષ પહેલાં મરી ગયેલા મૃતકનું વેક્સિનેશન કરી નાખ્યું અને મેસેજ મોકલ્યો!

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
10 વર્ષ પહેલાં મરેલા દાદાના નામે વેક્સિન મુકાવી હોવાનો મેસેજ આવ્યો. - Divya Bhaskar
10 વર્ષ પહેલાં મરેલા દાદાના નામે વેક્સિન મુકાવી હોવાનો મેસેજ આવ્યો.
  • પંચમહાલ બાદ દાહોદ જિલ્લામાં પણ મૃતકને વેક્સિનેશન થયાના મેસેજ સ્વજનોના મોબાઇલ પર આવતાં આશ્ચર્ય
  • 1 ડોઝ લેનાર સરકારી કર્મીને બીજો ડોઝ લીધાનો મેસેજ આવ્યો
  • મેસેજ મોકલ્યો હતો તે દાદા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા છે

પંચમહાલ બાદ દાહોદ જિલ્લામાં પણ મૃતકોને વેક્સિનેશન થયાના સ્વજનોના મોબાઇલ પર મેસેજ આવતા આશ્ચર્ય સર્જાયુ હતું. ઘટના દાહોદ અને લીમડીમાં સામે આવી હતી. દાહોદના દેસાઈવાડ વિસ્તારના દાહોદ અર્બન બેંકના નિવૃત્તકર્મી નરેશકુમાર નટવરલાલ દેસાઈના મોબાઈલ પર રવિવારે મેસેજ આવ્યો હતો, જેમાં આજથી 10 વર્ષ અગાઉ 2011માં 93 વર્ષની ઉંમરે મૃત્યુ પામનાર સ્વર્ગસ્થ પિતા નટવરલાલ જાદવલાલ દેસાઈએ કોરોનાનું વેક્સિનેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે તેવો મેસેજ આવ્યો હતો.

પરિવારજનો આશ્ચર્યમાં મુકાયાં
2011માં જે સમયે કોરોનાનું નામોનિશાન ન હતું એવા સમયે અવસાન પામેલ પિતાજીને વેક્સિનેશન સંપન્ન થયાનો મેસેજ આવ્યો હતો. તેવી રીતે લીમડીનાં સરકારી કર્મીએ પણ બીજો ડોઝ લીધો ન હોવા છતાં તેને બીજો ડોઝ લીધાનો મેસેજ આવતાં તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આવી ભૂલ કરનાર આરોગ્ય વિભાગ દ્વારા આવો મેસેજ મોકલનાર કર્મચારીઓ પ્રત્યે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. દાહોદ જિલ્લામાં રસી લેવા ઇચ્છુક લોકોને વીલા મોઢે પરત આવવું પડે છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આ કૃત્ય આચરાઇ રહ્યું છે કે પછી કોઇ કૌભાંડ આચરાઇ રહ્યું છે તે તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...