અકસ્માત:આરોપીને પકડવા જતા હેડ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત, 1 પોલીસ કર્મી ઘાયલ

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોતને ભેટેલા કોન્સ્ટેબલને સલામી આપતાં એસ.પી બલરામ મીણા. - Divya Bhaskar
મોતને ભેટેલા કોન્સ્ટેબલને સલામી આપતાં એસ.પી બલરામ મીણા.
  • ઝાલોદના ભાવપુરા પાસે ક્રૂઝર જીપની ટક્કરે કારે પલટી ખાતાં અકસ્માત થયો
  • પેરોલ જમ્પ​​​​​​​ પર ફરાર આરોપીને પકડવામાં કરુણ અકસ્માતથી ગમગીની

ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામનો પેરોલ જમ્પ ફરારી રમેશ ભીમજી મેલણિયા આઇટીઆઇ પાસે ત્રણેક સમાણસો સાથે બેઠો હોવાની બાતમી મળતાં ઝાલોદ પોલીસ મથકની હદની ગરાડુ આઉટ પોસ્ટમાં ફરજાધિન ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ મનોજકુમાર અક્કલસિંહ અને કોન્સ્ટેબલ શૈલેષ લલ્લુ વાખળા સવારના 11 વાગ્યાના અરસામાં મનોજભાઇને બલેનો કાર લઇને તેને પકડવા માટે નીકળ્યા હતાં. તપાસ દરમિયાન રમેશ મેલણિયામાં નહીં મળતાં ધાવડિયા જવાનું નક્કી કરીને બંને ત્યાં રવાના થયા હતાં.

ત્યારે આર્શિવાદ ઢાબુ પસાર કરીને થોડે આગળ જતાં લીમડીથી બાંસવાડા તરફ જતાં ઝાલોદ બાયપાસ ઉપર ઇટોના ભટ્ટા સામે ભાવપુરા ગામે સામેથી આવી રહેલી ક્રૂઝર જીપે બલેનો કારને ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી બલેનો કાર પલટી ખાઇ ગઇ હતી. શૈલેષભાઇ અને મનોજભાઇ કારમાંથી ફેંકાઇ ગયા હતાં. ઘટના અંગે શૈલેષભાઇએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવી બંનેને દવાખાને ખસેડતાં મનોજભાઇને માથામાં ગંભીર ઇજા હોઇ વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત થઇ જતાં તેમના પરિવાર સાથે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

આ અકસ્માત અંગે ઓછીવત્તી ઇજા બાદ ઉગરી ગયેલા કોન્સ્ટેબલ શૈલેષભાઇ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર થઇ ગયેલા ક્રૂઝર જીપના ચાલકની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના પરેડ ગ્રાઉન્ડ ઉપર શ્રદ્ધાંજલિ અપાઇ
ફરજાધિન હેડ કોન્સ્ટેબલનું મનોજકુમારનું અકસ્માતમાં મોત થતાં ઝાયડસમાં પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ સોમવારે દાહોદ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર લવાયો હતો. અહીં એસ.પી બલરામ મીણાના અધ્યક્ષસ્થાને પોલીસ કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા મનોજકુમારના કામની નોંધ લઇ ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ મૃતદેહ અંતિમવિધિ માટે વતન લઇ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...