બારિયા લોકઅપ ઇનસાઇડ:હલચલ સંભળાતા બે વખત બાથરૂમમાં જ બેસી ગયો, ત્રીજી વારમાં લટકી ગયો

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વાગ્યે ધાબડાની કિનારીઓ ફાડી ફંદો બનાવ્યો, 6.52 વાગ્યે અવિચારી પગલું
  • 3 કલાકના મનોમંથન બાદપણ મન ના બદલાયુ

પ્રેમ પ્રકરણમાં કુટુંબી ભાણીનું ગળુ ધડથી જુદુ કરીને ઘાતકી હત્યા કરનાર જેન્તી રાઠવાએ પોતે કરેલા કૃત્યના પ્રાયશ્ચિત ગણો કે સમાજ અને પરિવારને મોઢુ બતાવવાના ભયે લોકઅપમાં જ ગળાફાંસો ખાઇના જીવન લીલા સંકેલી લીધી હતી. જઘન્ય કૃત્ય કરનાર જેન્તી આખી રાત ઉંઘવાનો ડોળ કરતો રહ્યો હતો. પરોઢના ચાર વાગ્યે પોલીસ મથકનું વાતારવણ શાંત જોવા મળતાં તેણે પોતાને ઉંઘવા માટે આપેલી પાતળી ધાબડાની કોર કાઢી હતી. તેને દોરી જેમ બનાવી ગળામાં પહેલેથી ફંદો નાખીને બાથરૂમની ઉપર તરફ ઠોકેલી ખીલ્લીનું પેહેલેથીજ નિરીક્ષણ કરી આવી તે ફાંસો ખાવા ગયો હતો.

પરંતુ કોઇ હલચલ સંભળાતા તે બાથરૂમમાં જ બેસી ગયો હતો. આવુ બે વખત થયું હતુ અને આ પ્રક્રિયામાં ત્રણ કલાકનો સમય પસાર થઇ ગયો હતો પરંતુ મરવા માટે તેણે બનાવી લીધેલુ મન પલટાયુ ન હતું. પરોઢે 6.52 વાગ્યાના અરસામાં માહોલ શાંત લાગતાં તેણે ઉપરની ખીલ્લીમાં ધાબડાની કોરનો છેડો ફસાવીને બાથરૂમના દરવાજે ચઢીને કુદકો મારી ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધી હતી. આ આખી ઘટના પોલીસ મથકના સીસી ટીવીમાં કેદ થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

પોલીસે નીચે ઉતારી સીપીઆર આપ્યુ
પીએસઓ દક્ષાબેનના જણાવ્યા અનુસાર, પરોઢે 3વાગ્યે જેન્તીને તેમણે ઉંઘતો જોયો હતો. સવારે 7.05 વાગ્યે લોકઅપમાં આરોપીને ચેક કરવા જતાં જેન્તી લટકતો જોવા મળ્યો હતો. આવું નહીં કરવાની બૂમો સાંભળી પોલીસ માણસોએ દોડી આવી જેન્તીને નીચે ઉતારી સીપીઆર આપ્યુ હતું. 108 નહીં આવતાં અંતે તેને સરકારી ગાડીમાં બારિયાના સરકારી દવાખાને લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

લોકઅપમાં ફાંસો ખાવાની જિલ્લાની બીજી ઘટના
આ પૂર્વે દાહોદ શહેરમાં જ દીલીપ ભાભોરે પત્ની અને મિત્ર સાથે મળીને નંદાબેનની હત્યા કર્યા બાદ તેની લાશ પોતાના ઘરની ટાંકીમાં નાખીને તેની ઉપર 16 બોરી સિમેન્ટ નાખી ચણતર કરી દીધુ હતું. તેની નાની પૂત્રીની નદીમાં ફેંકી દઇ હત્યા કરી નાખી હતી. આ દીલીપે ઘટનાના થોડા સમય બાદ દાહોદની સબજેલમાં સ્યુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...