ક્રાઇમ:ભાઇની સાથે આવેલી તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તરુણી સાથે ભાઇનું પણ અપહરણ કરાયું
  • રાબડાલના ઉમેશ મેડા સામે ગુનો

દાહોદ તાલુકાની 12 વર્ષીય ભાઈને સાથે લઈને દાહોદ આવેલ તરૂણીને રાબડાલનો યુવાન સગીર ભાઇ સાથે અપહરણ કરી લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય તરૂણી પોતાના નાના ભાઈને લઈ તા.20મી એપ્રિલના રોજ કોઇ કામ અર્થે દાહોદ આવી હતી. તે દરમ્યાન રાબડાલ ગામમાં રહેતો ઉમેશ કનુ મેડાએ પડાવમાં પોતાના સગીર ભાઈ સાથે ઉભેલ 16 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા સારૂ તેના સગીર ભાઈ સાથે જ અપહરણ કરી નાસી ગયો હતો. ત્યાર બાદ ઉમેશ કનુ મેડાએ તરૂણીની મરજી વિરુદ્ધ અવાર નવાર તેની ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.

આ સંદર્ભે તરૂણીના પિતાએ ઘટના 35 દિવસ બાદ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 363, 365, 376 (એન) તથા પોક્સો એક્ટ કલમ 2012 ની કલમ 4, 8 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...