ફરિયાદ:કુંદાવાડામાં ઝઘડો કરવાની ના પાડતાં મહિલાને ફટકારી

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

કુંદાવાડાના સુવાણ બાબુભાઇના ઘરે લગ્નમાં આવેલા રણછોડ સુવાણ, દીનેશ સુવાણ, સુમત સુવાણ તથા અનોપસીંગ સુવાણે કલસીંગ સુવાણને ગાળો બોલી ચૂંટણીમાં તે બધુ કર્યુ છે તુ અહિથી નીકળ નહી તો તને માર પડશે તેમ કહેતા હાજર લીલાબેન તથા બળવંત રાવતે અને બાબુ સુવાણે રણછોડને ઝઘડો નહી કરવા અને પ્રસંગ નહી બગાડો તેમ કહેતા દીનેશે લીલાબેનને ગાલ પર થપ્પડ ઝીંકી દીધી અને રણછોડે તેને ભોરીયા વડે મુક્કો મારતાં લોહીલુહાણ કર્યા હતા.

ઓઢણી વડે ઢસડી જઇ માર માર્યો હતો. બુમાબુમ કરતાં લીલાબેનના પતિ અને નણંદ ઇલાબેન તથા લોકો દોડી આવતાં વધુ મારમાંથી છોડાવ્યા હતા. ચારે મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ સંદર્ભે લીલાબેને ચારેય હુમલાખોરો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...