દુષ્કર્મ:ઘરમાં ઘૂસી એકલતાનો લાભ લઇ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોઇને કહીશ તો તને, તારા પતિને મારી નાખીશ તેવી ધમકી

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પરિણીતાએ ઘરમાં એકલી હોવાનો લાભ લઇ લખણાગોજીયા ગામનો યુવક તેના ઘરમાં ઘુસી તેની મરજી વિરૂદ્ધ બે વાર દુષ્કર્મ આચરી તેમજ કોઇને કહીશ તો તને અને પતિને મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયો હતો. આ સંદર્ભે પરિણીતાએ યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની 35 વર્ષિય પરિણીતા તા.19 ઓગસ્ટના રોજ રાત્રીના 10 વાગ્યાના અરસામાં ઘરે એકલી હતી. તે દરમિયાન ધાનપુર તાલુકાના લણણા ગોજીયા ગામનો મુકેશભાઇ બાબુભાઇ બારીયા પરિણીતાના ઘરે આવ્યો હતો. એકલતાનો લાભ લઇ પરિણીતાનો હાથ પકડી મોઢુ દબાવી બે વાર દુષ્કર્મ આચર્યુ હતું.

તેમજ તારો પતિ હાલમાં જેલામં છે એટલે જો તુ કોઇને કહીશ તો તને તથા તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયો હતો. આ સંદર્ભે પરિણીતાએ મુકેશ બાબુ બારીયા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...