છેતરપિંડી:દાહોદના સંજેલીના માલિક પાસેથી કારનો સોદો કરી નાણાંની ચૂકવણી ન કરી, ગાડી પણ પરત ન કરી

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉઘરાણી કરીને થાકેલા કાર માલિકે છેવટે કાયદાનું શરણું લીધુ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામમા બેસી બે ઈસમોએ એક વ્યક્તિની સ્વીફ્ટ ગાડી વેચાણ કરી આપવાનું નક્કી કર્યુ હતુ.ગાડી લઈ લીધા બાદ ગાડી કે, તેના વેચાણના નાણાં નહીં આપી છેતરપિંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાંનું જાણવા મળે છે.

સંજેલીનગરમાં બામણીયા ફળિયામાં રહેતાં શ્રેયાશકુમાર અશ્વિનભાઈ પારગીએ પોતાની સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના નાની સંજેલી ગામે રહેતાં ધર્મેશભાઈ પુનાભાઈ ડામોરને વેચાણ પેટે આપવાનું નક્કી કર્યું હતું. ધર્મેશભાઈએ શ્રેયાશકુમારને વિશ્વાસમાં લઈ તેમની ગાડી લઈ લીધી હતી પરંતુ ત્યારબાદ ધર્મેશભાઈ અને તેમની સાથે ઝાલોદ તાલુકાના લીમડીના શૈલેષભાઈ જવાભાઈ ગારીએ એકબીજાના મેળાપીપળામાં શ્રેયાશકુમારની ફોર વ્હીલર લઈ લીધી હતી.ત્યારબાદ બાદ તેમને ગાડી પણ ન સોંપી અને નાણાં પણ ન આપી વિશ્વાસઘાત કર્યો હતો.

આ સંબંધે શ્રેયાશકુમાર અશ્વિનભાઈ પારગીએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...