પરીક્ષા:દાહોદ જિલ્લામાં વર્ગ 1- 2ની પરીક્ષામાં અડધો-અડધ ઉમેદવારો ગેરહાજર રહ્યાં

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું : પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ

દાહોદ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રવિવારે વર્ગ 1 અને 2 માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લામાં 24 કેન્દ્રોના 227 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે સુચારૂ આયોજન અને તકેદારીના પગલાં લેવા માટે કલેક્ટરે મીટીંગ કરીને આયોગના પ્રતિનિધિ, ઝોનલ અધિકારી અને સુપરવાઇઝરોની નિમણુંક પણ કરી દીધી હતી.

રવિવારના રોજ પરીક્ષાના પ્રથમ સેશનમાં 6634 ઉમેદવારો પરીક્ષા આપવાના હતાં. તેમાંથી 3703 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા જ્યારે 2931એ જ પરીક્ષા આપીહતી. બપોરના સેશનમાં પણ 6634 ઉમેદવારોમાંથી 2896 ઉમેદવારો જ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા જ્યારે 3738 ઉમેદવારો પરીક્ષા આપવા જ ન આવતાં આશ્ચર્ય ફેલાયુ હતું. આ પરીક્ષા ના પગલે પરીક્ષા સબંધિત જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરાયુ હતુ.

તેમાં લાઉડસ્પીકર વગાડવા, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કોપીયર અનેઝેરોક્ષ મશીન બંધ રાખવાની સુચનાઓ અપાઇ હતી. આ સાથે પોલીસ, પરિવહન, આરોગ્ય અને એમજીવીસીએલ વિભાગને પણ સાબદો રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...