દાહોદ જિલ્લાના ગરબાડમાં સતત બીજા દિવસે પણ કમોકસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજના કમોસમી વરસાદની સાથે સાથે કરા પડ્યાં હતાં. ગરબાડામાં કમોસમી વરસાદને પગલે ભર ઉનાળે ચોમાસા જેવી ઋતુનો અહેસાસ થયો છે. જ્યારે દાહોદમા પણ સમી સાંજે આજે પણ વરસાદી ઝાપટુ થતા થોડી વાર માટે પાણી પાણી થઈ ગયુ હતુ.એકાએક જ વાદળો ગોરંભાઈ ગયા હતા અને વરસાદ શરુ થઈ ગયો હતો. લગભગ 20 મિનિટ જેટલો સમય વરસાદ વરસ્યો હતો.થોડી વારના અંતરાલ બાદ સવા છ વાગ્યાના અરસામા ફરીથી વરસાદ શરુ થઈ ગયો હતો.આમ થતા જાણે ચોમાસુ જ બેસી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે.એક તરફ ઘરમા પંખા ચાલતા હોય ને બહાર વરસાદ વરસી રહ્યો હોય તેવી ઘટનાથી લોકો અચંબિત થઈ રહ્યા છે.તેમાયે સાંજે ફરીથી શરુ થયેલા વરસાદ સાથે કરા પડતા લોકોમા ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ.
ભરઉનાળે ચોમાસુ હવામાન સર્જાતા આશ્ચર્ય
દાહોદ જિલ્લા સહિત પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ફાગણ મહિનામા અષાઢ જેવો અનુભવ થઈ રહ્યો છે.ત્યારે ગરબાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને સાથે પંથકમાં કરા પડતા ભર ઉનાળે ચોમાસુ જામ્યું હતું આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યુ છે.
બેવડી ઋતુ બીમારીઓ નોતરશે
દાહોદ જિલ્લામાં ગતરોજ સર્વત્ર કમોકસમી વરસાદની સાથે અડધો ડઝન જગ્યાએ વીજળી પડતા બે વ્યક્તિઓ અને 9 મુંગા પશુઓના મોત પણ નીપજ્યાં હતાં.શનિવારે પણ સવારના સમયે ઠંડક પ્રસરી હતી તેમજ તડકો પણ કુંણો પડ્યો છે ત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.