ભાસ્કર વિશેષ:અગ્નિવીર ભરતી અંગેનો માર્ગદર્શન સેમિનાર‎

દાહોદ‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવાસી તાલીમ માટે 5મી તારીખ સુધી રોજગાર કચેરીનો સંપર્ક કરવો‎

દાહોદમાં અગ્નિવીર ભરતી‎ અંગેનો વિનામૂલ્યે માર્ગદર્શન‎ સેમિનાર ગત તા. 2 સપ્ટેમ્બરે‎ યોજાયો હતો. જિલ્લા રોજગાર‎ કચેરી દ્વારા આયોજીત આ‎ સેમિનારમાં મોટી સંખ્યામાં‎ યુવાનોએ ભાગ લીધો હતો.‎ રોજગાર અધિકારી એ.એલ.‎ ચૌહાણે ઉપસ્થિત ઉમેદવારોને આ‎ અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું‎ હતું અને તેમના પ્રશ્નોના ઉત્તર‎ આપ્યા હતા.

અગ્નિવીર ભરતી‎ અંતર્ગત ગુજરાતમાં આગામી‎ તા. 15.10.2022થી‎ 8.11.2022 દરમિયાન‎ અમદાવાદ ખાતે યોજાનાર‎ લશ્કરી(અગ્નિવીર) ભરતી‎ રેલીમાં ભાગ લેવા અંગેની ભરતી‎ પ્રક્રિયા, તેમજ ભરતી માટે સાથે‎ રાખવાના જરૂરી ડોક્યુમેન્ટ તેમજ‎ સારો દેખાવ કરવા માટે યોજાનાર‎ ફ્રી 30 દિવસની નિવાસી તાલીમ‎ વર્ગમા જોડાવા અંગે રોજગાર‎ અધિકારી એ.એલ.ચૌહાણે‎ ઉમેદવારોને માર્ગદર્શન આપ્યુ‎ હતું. અગ્નિવીર ભરતી રેલીમાં‎ ભાગ લેવા માટે‎ www.joinindianarmy.n‎ ic.in પર તા 03.09.2022‎ સુધીમાં ઓનલાઈન અરજી‎ કરવાની રહેશે.

અગ્નિવીર ભરતી‎ રેલી માટે ઓનલાઈન ફોર્મ ભરેલ ‎ ‎ ઉમેદવારો ભરતીમા સારો દેખાવ‎ કરી શકે તે માટે રોજગાર‎ કચેરીમા ફોર્મ ભરેલ ઉમેદવારોની ‎ ‎ સ્ક્રૂટીની કરીને દાહોદ જિલ્લાના‎ 60 ઉમેદવારોને રોજગાર કચેરી‎ દ્વારા સંભવિત તા‎ 11.9.2022થી વિના મુલ્યે 30‎ દિવસની નિવાસી તાલીમ‎ આપવામા આવશે.

60‎ ઉમેદવારોમાંથી 30 અનુસૂચિત‎ જનજાતિના ઉમેદવારોને તાલીમ‎ આપવામા આવશે. તાલીમમાં‎ આર્મી, પોલીસ અને પેરા‎ મિલેટરીના નિવૃત્ત સૈનિક દ્વારા‎ ફીઝિકલ તાલીમ આપવામાં‎ આવશે. તેમજ તજજ્ઞ વકતા દ્વારા‎ થિયરીની તાલીમ આપવામા‎ આવશે. તાલીમમાં રહેવા,‎ જમવા અને સાહિત્ય આપવામા‎ આવશે. તેમજ 80 % હાજરી‎ ધરાવતા તાલીમાર્થીને દૈનિક 100‎ રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવવામાં‎ આવશે.‎

અન્ય સમાચારો પણ છે...