ટ્રેનો ફરી દોડશે:દાહોદમાં કોરોના કાળમાં બંધ થયેલી વધુ બે ટ્રેનોને પુનઃ શરૂ કરવા રેલવે તંત્રની લીલી ઝંડી

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા બંધ ટ્રેનો શરુ કરવા રજૂઆતો કરવામાં આવી હતી

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તેમજ ટ્રાફિકના ભારણને જોઈ કોરોના કાળમાં બંધ પડેલી વધુ બે ટ્રેનોને પુનઃ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંન્ને ટ્રેન શરુ થતાં મુસાફરોને ફરીથી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

બે વર્ષ સુધી બંધ ટ્રેન ફરીથી ટ્રેક્ પર દોડતી થઈ જશે
બે વર્ષ પૂર્વે આવેલી કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ખાડે પડ્યું હતું. તેમજ ઈતિહાસમાં પ્રથમ વખત રેલ્વે સદંતર બંધ રહેવા પામી હતી. જોકે ધીમે ધીમે પરિસ્થિતિઓ સામાન્ય થતા તબક્કાવાર રેલવે દ્વારા પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ત્યારે છે. ત્યારે તાજેતરમાં જ પશ્ચિમ રેલવે દ્વારા કોરોના કાળમાં બંધ પડેલી બે ટ્રેન અને પુનઃ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.

ઈન્દૌર ગાંધીધામ ટ્રેન 7 તારીખ થી શરુ
જેમાં ટ્રેન નંબર 20936/20935 ઇન્દોર ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ અગામી 7 ઓગસ્ટ થી ઇન્દોર થી રાત્રિના 23:30 વાગે ઉપડીને દેવાસ, ઉજ્જૈન, નાગદા રતલામ થઈ દાહોદ પરોઢિયે 03:56 મિનિટે પહોંચશે .આ ટ્રેન સોમવારે બપોરે 13:55 મિનિટે ગાંધીધામ પહોંચશે. ત્યારે આ ટ્રેન પરત સોમવારે ગાંધીધામ થી 18.15 મિનિટે ઉપડીને રાત્રિના 03:15 મિનિટે દાહોદ પહોંચશે. ત્યારબાદ રતલામ ઉજ્જૈન દેવાસ થઈ સાંજના 8:55 મિનિટે ઇન્દોર ખાતે પહોંચશે.

પવિત્ર શ્રાવણમાં જ નાથદ્વારા ટ્રેન શરુ થશે
ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19575/19576 ઓખા નાથદ્વારા સાપ્તાહિક એક્સપ્રેસ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં આ ટ્રેન આગામી 10 ઓગસ્ટથી પ્રત્યેક બુધવારે સવારના 08:20 મિનિટે ઓખાથી ઉપડી રાત્રે 21:33 દાહોદ ખાતે પહોંચી રતલામ, મંદસોર, નીમા ચિત્તોડગઢ થઈ ગુરુવારે 6:30 વાગ્યે નાથદ્વારા પહોંચશે. આ ટ્રેન પરત ગુરુવારે રાત્રે 20:30 નાથદ્વારા થી ઉપડી ચીતોડા નીમચ મનસોર રતલામ થઈ 4:54 વાગ્યે દાહોદ પહોંચશે. તેમજ આ ટ્રેન સાંજે 18:55 વાગ્યે પુનઃ ઓખા પહુંચશે.. તેમ રેલવે દ્વારા સત્તાવાર રીતે જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...