તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિન વિશેષ:દાહોદના આગાવાડાની સરકારી શાળાના શિક્ષક ગરીબ આદિવાસી બાળકોને સક્ષમ બનાવવા રાત દિવસ પ્રયત્નશીલ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચંદુભાઇ ભાભોરે અત્યાર સુધીમાં પરીક્ષાઓ પાસ કરાવી 300 જેટલા બાળકોને એકલવ્ય કે જવાહર નવોદયમાં પ્રવેશ અપાવ્યા
  • 100 જેટલા બાળકો ટેલેન્ટ પુલની પરીક્ષામાં પણ મેરીટમાં આવી ચુક્યા છે

દાહોદ તાલુકાનું આગાવાડા ગામ સરહદને અડીને આવેલુ છે.આ ગામમાં સરકારી પ્રાથમિક શાળા ચાલે છે.આ શાળાના આચાર્ય ગરીબ આદિવાસીઓના બાળકોના શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કરે છે.તેમના પ્રયત્નો થકી જ અત્યાર સુધી 300 જેટલા આવા બાળકોને સુશિક્ષિત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરાવી છે અને તેમાંના ઘણાં આજે પણ એકલવ્ય મોડેલ સ્કુલ કે જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષણ પણ મેળવી રહ્યા છે.આ યોગદાન ગરીબ વિસ્તારના બાળકો અને વાલીઓ માટે અતિ મહત્વનું બની રહ્યુ છે.

દાહોદ જિલ્લાના છેવાડાના ગામમાં ચંદુભાઇ ભાભોરવર્ષ 1999થી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેઓ શિક્ષણ કાર્ય સાથે વધારાના સમયમાં પણ બાળકોના માનસિક વિકાસની કામગીરી કરી રહ્યા છે.આ વિસ્તારના ગરીબ આદિવાસીઓના બાળકો મોટે ભાગે સરકારી શાળાઓમાં જ શિક્ષમ મેળવે છે અને ત્યાર બાદ તેઓ હાઇસ્કુલના અભ્યાસ માટે નજીકની માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરવા જતા હોય છે.તેમાંથી પ્રતિભાશાળી બાળકો પોતાની મહેનત અને લગનથી આગળ વધે છે પરંતુ ચંદુભાઇ જેવા શિક્ષકે જાણે શિક્ષણની જ્યોત જલાવી હોય તેમ લાગી રહ્યુ છે.

કારણ કે વર્ષ 2007થી ચંદુભાઇ પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ પરીક્ષાઓની તૈયારી કરાવી રહ્યા છે.ધોરણ 5માં ભણતાં બાળકોને તેઓ એકલવ્ય મોડેલ સ્કુલ અને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષાઓ આપવા માટે સુસજ્જ કરી રહ્યા છે.તેના માટે તેઓ વધારાના સમયમાં પણ તેઓ શિક્ષણ આપી રહ્યા છે અને પોતાના સમયનો પણ ભોગ આપી રહ્યા છે.તેને પરિણામે અત્્યાર સુધીમાં 224 વિદ્યાર્થીઓ એકલવ્ય મોડેલ સ્કુલની પરીક્ષાના મેરીટમાં આવી ચુક્યા છે.તેમાંથી 100 થી વધુ બાળકો ટેલેન્ટ પુલના મેરિટમાં પણ આવ્યા છે.એકલવ્ય શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો સરકારના ખર્ચે રેસીડેન્ટ સ્કુલમાં ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ નિઃશુલ્ક મેળવી રહ્યા છે.તેવી જ રીતે જે વિદ્યાર્થીઓ ટેલેન્ટપુલના મેરીટમાં આવે છે તેમને સરકાર પોોતાના ખર્ચે ગુજરાતની ટોપ-20 પ્રાઇવેટ શાળાઓમાંથી કોઇ પણ એકમાં ભણાવે છે.તેઓને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ સરકાર જ કરે છે.

વાત આટલેથી અટકતી નથી.કારણ કે ચંદુભાઇ ભાભોરે 2016 થી અત્યાર સુધીમાં કુલ 21વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે.ધોરણ 8માં લેવાનારી એનએમએમએસની પરીક્ષામાં 15 વિદ્યાર્થી પાસ થઇ મેરીટમાં આવીને સ્કોલરશાીપ મેળવી રહ્યા છે.વર્ષ 2020ના કોોરોોના કાળમા જ નવોદય વિદ્યાલયની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ અહીથી પાસ થયા હતા.

ચુંદુભાઇ ભાભોર વિદ્યાર્થીઓની કોઇ પણ મુશ્કેલીમાં સાથે રહે છે.એટલે સુધી કે તેમને સ્થળ પસંદગી કરવાથી માંડી વિવિધ દાખલા કઢાવી આપવા સુધી સાથે રહે છે ત્યારે શિક્ષક દિને આવા શિક્ષણની અલખ જગાવનારા શિક્ષકને યાદ કરવા જ ઘટે.આ સમગ્ર માહિતી દાહોદ તાલુકાના ઇન્ચાર્જ બીઆરસીએ કીરીટભાઇ પટેલે આપી ચંદુભાઇની શિક્ષણ સેવાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...