તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:દિલ્હી-મુંબઇ વચ્ચે 130ની સ્પીડે ટ્રેન દોડાવામાં ગોધરા અને રતલામ સેક્શન અવરોધક બન્યું

દાહોદ19 દિવસ પહેલાલેખક: ઇરફાન મલેક
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 3 મોટા ઘાટ અને 8 કર્વથી મુશ્કેલી : મેઘનગર-લીમખેડા, લીમખેડા -ગોધરા વચ્ચે સ્પીડ વધારાઇ
 • મુશ્કેલીવાળા સ્થળે 120ની સ્પીડની ફરજ

રતલામ મંડળનું ગોધરા-રતલામ સેક્શન 1381 કિમી લાંબા દિલ્હી-મુંબઇ રૂટ ઉપર 130 કિમી પ્રતિ કલાકની સ્પીડે ટ્રેન દોડાવવામાં મોટી બાધા બની રહ્યું છે. ગોધરા-રતલામ રેલ ખંડના ત્રણ મોટા ઘાટ સહિત આઠ કર્વ તેનું મોટુ કારણ બની રહ્યું છે. તેના કારણે 189 કિમી લાંબા ગોધરા-રતલામ રેલખંડમાં ટ્રે્નો 100થી 120ની સ્પીડે જ ચાલી રહી છે. ટ્રેક મજબુત કર્યા બાદ રેલવેએ રવીવારે મેઘનગર-લીમખેડાની સ્પીડ વધારીને 100થી 110 અને લીમખેડા-ગોધરાની સ્પીડ વધારીને 120 પ્રતિ કલાક કરી દીધી છે.

ગોધરા-રતલામની સ્પીડ વધાર્યા બાદ હવે રેલવેએ રતલામ-નાગદા સેક્શન ઉપર ફોકસ કર્યુ છે. અત્યારે આ સેક્શનમાં ટ્રેન 130ની સ્પીડે ચાલી રહી છે. સ્પીડને 160 કરવા માટે રેલવે દ્વારા ટ્રેક, સિગ્નલ, બ્રિજને મજબુત કરવામાં આવશે. પ્રોજેક્ટ તૈયાર કરી દેવાયો છે. એપ્રિલ માસથી તેની ઉપર કામ શરૂ કરવામાં આવશે.

ટ્રેનની ગતિ વધે તો શું લાભ થાય

 • 35 હજાર મુસાફરોનો આશરે એક કલાક બચી જાય.
 • 130ની સ્પીડ રહે તો દિલ્હી-મુંબઇની મુસાફરી 13થી 13.5 કલામાં પૂર્ણ થાય.
 • રેલવે રાજધાની ટ્રેનોને ઓવર નાઇટ એક્સપ્રેસ રૂપે દોડાવી શકે.
 • રેલવેને હાઇસ્પીડ ટ્રેનો ચલાવવામાં સરળતા રહે.
 • દિલ્હી અને મુંબઇ રૂટની ટ્રેનોની સ્પીડ પ્રતિ કલાકમાં
 • ગોધરા-મુંબઇ-130 પ્રતિ કલાક
 • લીમખેડા-ગોધરા-110 પ્રતિ કલાક (પહેલાં 100 પ્રતિ કલાક હતી)
 • મેઘનગર-લીમખેડા-100 પ્રતિ કલાક (પહેલાં 100 પ્રતિ કલાક હતી)
 • રતલામ-મેઘનગર-100 પ્રતિ કલાક (પહેલા 100 પ્રતિ કલાક હતી)
 • નાગદા-રતલામ-130 પ્રતિ કલાક
 • કોટા-નાગદા-130 પ્રતિ કલાક
 • મથુરા-કોટા-130 પ્રતિ કલાક
 • દિલ્હી-મથુરા-130 પ્રતિ કલાક

રતલામ- નાગદા ટ્રેક ઉપર 160ની સ્પીડ
મંડળમાં ગોધરા-રતલામ સેક્શનમાં 100થી 120ની સ્પીડે ટ્રેનો ચાલી રહી છે. રતલામ-નાગદા ટ્રેકને 160ની સ્પીડ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.>વિનીત ગુપ્તા, ડીઆરએમ

ગોધરા-રતલામ સેક્શનમાં કયા કારણોસર ઓછી સ્પીડ
બે ગ્રેડિએન્ટ :
લીમખેડાથી મંગલમહુડી સુધી આશરે 2.4 કિમી, સંતરોડથી ચંચેલાવ વચ્ચે આશરે 1.9 કિમીમાં 1 ઇન 150નું ગ્રેડિએન્ટ
આઠ કર્વ : સંતરોડ સ્ટેશન યાર્ડમાં 2 ડિગ્રી, દાહોદ યાર્ડમાં 1 ડિગ્રી, દાહોદ-બોરડી વચ્ચે 3, પંચપીપલિયા યાર્ડમાં 3, પંચપીપલિયા-અમરગઢ વચ્ચે 3થી5, રતલામ એ કેબીન 3 ડિગ્રી
ચાલકોને પરેશાની : ઘાટ અને કર્વે વાળા સેક્શનમાં ગુડ્સ ટ્રેનમાં 4થી 5 હજાર ટન લોડ હોય છે. તે સ્થિતિમાં ઘાટ ચઢવા અને ઉતરતી વખતે ડ્રાઇવરોને સ્પીડ મેન્ટેન કરવી પડે છે. તેમાં ભુલ થાય તો ટ્રેન ઉભી થઇ જાય કે રોલ બેક થાય છે.
યોજના બંધ કરાઇ : ગોધરા-રતલામ સેક્શનના કર્વ અને ઘાટને સુધારવાની યોજના રેલવેએ બંધ કરી છે. બીજી તરફ આ પ્રોજેક્ટ ખર્ચાળ પણ છે. રેલવેએ પ્રારંભમાં સર્વે બાદ મળેલા રિપોર્ટના આધારે ફાઇલ બંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો