વિવાદ:છોકરી ભગાડ્યાની અદાવતે લાકડીથી હુમલો : 8 ઘાયલ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમારો કુટુંબી અમારી ભાણેજને ભગાડી ગયો કહી હુમલો

ખરોદા ગામમાં છોકરી ભગાડ્યાની અદાવતમાં લાકડીથી હુમલો કરતાં 3 મહિલા સહિત 8 લોકોને ઇજા પહોંચી હતી. તેમજ ઘરમાં અને રીક્ષાની તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. તાલુકા પોલીસે 7 લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.

ખરોદા ના સુભાષ નિનામા, પિના નિનામા, પિન્ટુ નિનામા, ગોવિંદ નિનામા, જવલા નિનામા, પ્રકાશ નિનામા તથા સુનિલ નિનામા તમામ લાકડીઓ લઇ ફળિયામાં જ રહેતા અલ્પાબેન રીતેશભાઇ ડામોર તથા તેમની સાથેના લોકોને અમારી ભાણેજને તમારો કુટુંબી લઇને ભાગી ગયો છે અને તમે સંતાડી રાખેલ છે.

તેમ કહી ગાળો બોલી અલ્પા ડામોર, રાહુલ ડામોર, મયુર ડામોર, મડીબેન ડામોર, માનાબેન ડામોર, વિનોદ ભાઇ, ગોરધન ડામોર, રિતેષ, દિલીપ , અભેસિંગ ડામોરને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા કરી હતી. તેમજ ઉશ્કેરણી કરી તમામ આરોપીએ એક સંપ થઇ ઘરોમાં તેમજ ઘરની આગળ મુકેલ રીક્ષાની તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. તેમજ જાનથી માર વાની ધમકી આપી હતી. બુમાબુમ થતાં લોકો આવી જતાં હુમલાખોરો ત્યાથી નાસી ગયા હતા. આ સંદર્ભે અલ્પાબેન ની ફરિયાદના આધારે તાલુકા પોલીસે 7 સામે રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...