વિવાદ:ઘુઘસ ગામમાં ઝૂંપડું બનાવવા મુદ્દે ધારિયાથી હુમલો કરી 1નું માથું ફોડ્યું

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છોડાવવા પડેલ બહેન સહિત બે પર હુમલો : જાનથી મારી નાખવાની ધમકી

ફતેપુરાના ઘુઘસ ગામમાં જમીનમાં ઝૂંપડુ બનાવવા મુદ્દે તકરાર થતાં એક ઉપર ધારિયાથી હુમલો કરી ઘાયલ કર્યો હત. જ્યારે છોડાવવા વચ્ચે પડેલ બહેન તથા અન્ય એકને પણ લાકડીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના છગનભાઇ કિકાભાઇ પારગી, ચીમનભાઇ કિકાભાઇ પારગી, રાજુભાઇ નારસીંગભાઇ પારગી તથા મગનભાઇ નારસીંગભાઇ પારગી ગામના રહેતા સોમજીભાઇ પારગીએ ખરીદેલી સર્વે નં.152 વાળી જમીનમાં ઝૂંપડુ બનાવતા હોય સોમજીભાઇનો છોકરો રવિન્દ્રભાઇએ તેમના ગામના આગેવાનો મીઠાભાઇ ભુરાભાઇ પારગી તથા સમસુભાઇ વેસ્તાભાઇ પારગી, લખમાભાઇ વેસ્તાભાઇ પારગી, પરતુભાઇ દેવાભાઇ પારગી તથા મનજીભાઇ લખજીભાઇ પારગીને બોલાવી જાણ કરી ખેતરે સાથે લઇ જઇ કહેલ કે ‘મારી જમીનમાં ઝૂંપડુ કેમ બનાવો છો’ તેમ કહેતા છગન પારગી એકદમ ઉશ્કેરાઇ ‘જમીન અમારી છે તુ કોણ ના પાડવા વાળો’ કહી ગાળો બોલવા લાગ્યો હતો.

જેથી તેને ગાળો બોલવાની ના પાડતા ધારીયુ લઇ દોડી આવી ઝપાઝપી કરી ધારીયુ માથામા મારી દેતાં લોહીલૂહાણ થયા હતા. તેમજ ચીમન પારગીએ લાકડીથી હુમલો કરતાં બૂમાબૂમ કરતાં મીઠાભાઇ ભુરાભાઇ તથા રવિન્દ્રભાઇની બેન હંસાબેન છોડાવવા વચ્ચે પડતાં બન્નેને લાકડીનો તથા ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે રવિન્દ્રભાઇ સોમજીભાઇ પારગીએ હુમલાખોરા વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...