રજૂઆત:ગરબાડાના કમ્પ્યુટર ઓપરેટરોએ પડતર માંગણીઓ સંદર્ભે ધારાસભ્યને રજૂઆત કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવુ મહેકમ મંજૂર કરી ધારા ધોરણ મુજબ વેતન આપવા માંગ

પડતર પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને લેખિત રજૂઆત કરાઈ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે ગરબાડા મત વિસ્તારના ધારાસભ્યને લેખિત રજુઆત કરી હતી. પોતાની વિવિધ માંગણીઓ જેવી કે, ઈ - ગ્રામ વીસીઈના પડતર પ્રશ્નો અને માંગણીઆ બાબતે નિરાકરણ કરી નવું મહેકમ ઉભુ કરવા બાબત તેમજ ઈ-ગ્રામની પાલીસી રદ કરી સરકારી ધારા ધોરણ મુજબ પગાર ધોરણ લાગુ કરી રક્ષણ આપવા અંગે રજૂઆત કરી હતી.

ગરબાડા તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામા આવી છે. તેમા જણાવ્યાં અનુસાર, સરકારના નિયમો મુજબ અમલવારી કરીને કર્મચારીઓને કાયમી કરવા, પગાર ધોરણ વધે તેમજ વીસીઈને કાયમી કર્મચારી કરી રક્ષણ આપવા, પંચાયત વિભાગ, મહેસુલ વિભાગ, કૃષિ વિભાગ, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ચૂંટણીની કામગીરી વગેરે વિભાગોના કર્મચારીઓને વર્ગ -3નો દરજ્જો આપીને સરકારી કર્મચારી જાહેર કરવા, કર્મચારીઓને સીસીઈના લાભો આપવામાં આવે. ઉપરાંત પડતર પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી માંગ સાથે કર્મચારીઓએ ગરબાડાના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...