આયોજન:કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર ગરબાડાના 12 શિક્ષકોનું સન્માન કરાયું

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાલ, પુષ્પગુચ્છ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. - Divya Bhaskar
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાલ, પુષ્પગુચ્છ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
  • ઉપદંડક રમેશ કટારાના હસ્તે સન્માન

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક ભાઈ - બહેનોએ કોરોના કાળ દરમ્યાન શિક્ષણ તેમજ અન્ય કામગીરી દ્વારા શૈક્ષણિક ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગરબાડા તાલુકાના દરેક ક્લસ્ટર દીઠ એક એક શિક્ષક ઓનું વિધાનસભાના ઉપદંડક રમેશ કટારા ની ઉપસ્થિતિ મા સંજેલી ખાતે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાલ, પુષ્પગુચ્છ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

જેમાં આંબલીના સમરથભાઈ આયદાનજી ચૌધરી, અભલોડના પરમાર અશ્વિનભાઈ હીરાભાઈ, બોરિયાલાના પરમાર પરેશકુમાર માનસિંહ, દાદુરના માલકિયા વિક્રમભાઈ ભુપતભાઈ, ગાંગરડીના તલાટી કાંતિભાઈ લાલાભાઈ, ગરબાડાના ગોહિલ રોનકકુમાર અમરસિંહ, જામ્બુઆના ગોહિલ સિધ્ધરાજ ભિખુસિંહ, જેસાવાડાના પરમાર રાકેશભાઈ ગોવિંદભાઈ, કન્યા શાળાના બિલવાળ ગોરધનભાઈ નાથુભાઈ, સહાડાના પરમાર રમેશભાઈ નારસિંગભાઈ, વજેલાવના રાઠોડ શંકરભાઈ હીરાભાઈ, ઝરી ખરેલીના અનાવાડિયા યશભાઈ જયંતિભાઈ ગરબાડા તાલુકાના ક્લસ્ટર દીઠ સમાવિષ્ટ શિક્ષકોને “બી.આર.સી. ભવન-ગરબાડા’ વતી બી.આર.સી. ડેનિશકુમાર હિરપરા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...