સગીરાનું શારિરીક શોષણ:ગરબાડા તાલુકાની સગીરાને નરાધમે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક સગીરા સાથે એક ઈસમે દુષ્કર્મ આચરયુ હતુ. સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં પંથક ખળભળાટ મચી ગયો હતો.પિડીતાની માતાએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સગીરા એકલી હોવાથી ખેતરમાં લઈ ગયો
ગત તા.6 સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતા સંજયભાઈ શંકરભાઈ પલાસ ગરબાડા તાલુકામાં રહેતી એક 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લઈ તેણીને નજીકમાં મકાઈના ખેતરમાં લઈ ગયો હતો.આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં સગીરાઓ નું શોષણ વધી રહ્યુ છે
અત્રે ઉલ્લેખનિય છે કે જિલ્લામાં એક પરિણીતા પર દુષ્કર્મ થયુ હોવાની ફરિયાદ ગઈ કાલે જ નોંધાવાઈ હતી.ઉપરાંત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આંતરે તીસરે દિવસે સગીરાઑના લગ્નના ઈરાદે જ અપહરણ થઈ રહ્યા છે અને તેની રોજે રોજ ફરિયાદો પણ નોંધાય છે.જેથી આવા ગુનાઓમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ આવા ગુના બનતા અટકે તેમ કરવુ આવશ્યક થઈ પડ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...