તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Arrested In Garbada For Cheating In The Name Of Getting A Job In Railways, RPF Uniform And Fake Nameplate Found From Accused

ધરપકડ:ગરબાડામાં રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો, આરોપી પાસેથી RPFની વરદી અને નકલી નેમપ્લેટ મળી આવી

દાહોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી આપવાના નામે 5 યુવકો પાસેથી ખંખેર્યા હતા સાડા બાર લાખ રૂપિયા
  • ગરબાડાના ધો. 12 પાસ યુવકનું કારસ્તાન, રેલવેમાં IPF હોવાનું કહીને લોકોને ઠગ્યા
  • નોકરીની લાલચ આપી ટ્રેનિંગ અપાવવા પ્લેનમાં ખડકપુર લઇ જઇ 10 દિવસ હોટેલમાં પણ રોક્યા

દાહોદ જિલ્લાના ગરબાડામાં એક ભેજાબાજે પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની આપી અને ગરબાડામાં રહેતાં પાચ યુવકોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવકો પાસેથી કુલ રૂા.12,50,000 રૂપીયાની છેતરપીંડી કરી આ ભેજાબાજ ક્યાંક ફરાર થઈ ગયો હતો. તેની ફરિયાદના ગણતરીના કલાકોમાં આજરોજ એલ.સી.બી. પોલીસે આ ભેજાબાજ આરોપીને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ગરબાડામાં માળ મોહનીયા ફળિયામાં રહેતો અરવિંદભાઈ મનુભાઈ સંગાડાએ પોતે રેલ્વેમાં આર.પી.એફ.માં એસ.આઈ. તરીકે નોકરી કરૂં છું તેવી ખોટી ઓળખ ઉભી કરી ગરબાડા નગરમાં રહેતાં દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ, સલમાન યુસુબ શેક, ગણેશભાઈ કાળુભાઈ ચાવડા, સોહીલભાઈ યુસુબભાઈ શેખ, એજાજ શોએબ શેખ આ યુવકોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી તારીખ 14 જાન્યુઆરીથી તારીખ 2 જી મેના સમયગાળા દરમ્યાન અલગ અલગ બહાને ઉપરોક્ત યુવક પાસેથી આ અરવિંદભાઈ સંગાડાએ કુલ રૂા.12,50,000ખેરવી લીધા હતાં.

લાંબો સમય વિતી ગયાં બાદ પણ નોકરીનું કોઈ ઠેકાણું ન પડતાં ઉપરોક્ત યુવકો દ્વારા આ અરવિંદભાઈને ફોન પર ફોન પણ કરતાં હતાં.ત્યારે અરવિંદભાઈનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો અથવા તો તેઓ ઉપાડતાં ન હતાં. એક દિવસ આ ભેજાબાજ અરવિંદ દ્વારા ઉપરોક્ત યુવકોને બનાવટી આઈ કાર્ડ અને ખોટા નોકરીના ઓર્ડરો આપી દીધાં હતાં. આખરે નોકરી ન મળતાં અને પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં અને આ અરવિંદ કોઈ રેલ્વેના આર.પી.એફ.માં નોકરી ન કરતો હોવાનું સામે આવતાં યુવકોના હોશ ઉંડી ગયાં હતાં.

ન્યાય માટે યુવકો ગરબાડા પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને ત્યાં આ ભેજાબાજ અરવિંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં બનાવની ગંભીરતાં દાહોદ જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવતાં તેઓ દાહોદ એલ.સી.બી. પોલીસને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું અને આ ભેજાબાજ અરવિંદને તાત્કાલિક ઝડપી પાડવા આદેશો આપતાં દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સના માધ્યમની પણ મદદ લેતાં આ ભેજાબાજ અરવિંદ તેના આશ્રય સ્થાને છુપાયેલો હોવાની પોલીસને બાતમી મળી હતી.

પોલીસે આજરોજ તેના આશ્રય સ્થાને ધામા નાંખ્યા હતાં અને ભેજાબાજ અરવિંદને ઝડપી પાડી તેના મકાનની તલાસી લેતાં એક ખાખી કલરનું શર્ટ જેના ખભાના બંન્ને સોલ્ડર પટ્ટી ઉપર અંગ્રેજીમાં આરપીએફ તથા બંન્ને બાજુ બે સ્ટારવાળું શર્ટ, રેલ્વે સુરક્ષા દળનો લોગો, પોતાના નામની નેમ પ્લેટ, ખાખી કલરના શર્ટ, પેન્ટ, પીસ્ટલ લગાવવાનું કવર, પ્લાસ્ટીકની રમકડાની પીસ્ટલ, ઈન્ડીગો ફ્લાઈટની ટીકીટ, ત્રણ બેન્કની પાસબુકો, આધાર કાર્ડ વિગેરે મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

આ અરવિંદ નોકરીથી વંચિત યુવકોને ટાર્ગેટ કરતો હતો. રેલ્વેના આર.પી.એફ.માં નોકરીના બહાને છેતરપીંડી, વિશ્વાસઘાત, કરી પોતે રેલ્વે આર.પી.એફ.માં એસ.આઈ. તરીકેની ખોટી ઓળખ આપતો હતો. પી.એસ.આઈ.નો ડ્રેસ પહેરી મોબાઈલમાં ફોટા પાડી બેરોજગાર યુવકોને બતાવતો હતો અને યુવકોને નોકરી અપાવવાના બહાને નાણાં પડાવતો હતો. ખોટા આઈ કાર્ડ બનાવી બેરોજગાર યુવકોને અમદાવાદથી પ્લેન મારફતે પશ્ચિમ બંગાળમાં મોકલતો હતો અને ત્યાં દશ દિવસ સુધી યુવકોને રાખવામાં આવ્યાં હતાં અને સાહેબ તમને ટ્રેનીંગ માટે લેવા આવશે તેમ જણાવતાં હતો અને ત્યાંથી વલસાડ ખાતે ટ્રેનીંગમાં મોકલવાના બહાને યુવકોને ટ્રેન મારફતે મોકલવામાં આળ્યાં હતાં.

આ ભેજાબાજ અરવિંદ આર.પી.એફ. પોલીસની એપ્લીકેશન તેમજ સોફ્ટવેર, ગ્રાફીક્સનો ઉપયોગ કરી તેના માધ્યમથી કોલ લેટર તેમજ આઈકાર્ડ, આર.પી.એફ.નો લોગો ડાઉનલોડ કરી મોબાઈલ એપ્લીકેશનથી ફોટા પાડી આઈ.ડી. કાર્ડ તેમજ કોલ લેટર બનાવતો હતો.

પકડાયેલ અરવિંદે જિલ્લા તેમજ જિલ્લા બહારના અન્ય કેટલા બેરોજગાર યુવકોને પોતાનો કસબ અજમાવી શિકાર બનાવ્યાં હશે? અને નાણાં પડાવ્યાં હશે? આર.પી.એફ.નો ડ્રેસ તેમજ તેની સાધન સામગ્રી ક્યાંથી કોના માધ્યમથી મેળવી? તેને આ પોલીસ આર.પી.એફ. નો ડ્રેસ પહેરી અન્ય કોઈ ગુન્હાઓ આચરેલ કે કેમ? તેની સાથે આ સમગ્ર કૌંભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? તેમજ નોકરીથી વંચિત યુવકો પાસેથી પડાવેલ નાણાંનો ઉપયોગ કંઈ જગ્યાએ કર્યાે? તે તમામ વિષય ઉપર હાલ પોલીસ આ અરવિંદની પુછપરછ સહિત તપાસનો ધમધમાટ આરંભ કરી રહી છે.

કઇ-કઇ બનાવટી વસ્તુઓ મળી
અરવિંદ પાસેથી આઇપીએફની વર્દી, સ્ટાર, રેલવે પ્રોટક્શન ફોર્મનું ફોટોવાળંુ આઇકાર્ડ, નેમ પ્લેટ, IPFનો મોનોગ્રામ અને રેલવે સુરક્ષા બળ લખેલી બ્લુ રંગની ત્રણ ટોપી, સ્ટાર લગાવેલી સોલ્ડર પટ્ટીઓ, પીસ્ટલ લટકાવવાનું કવર, સિગારેટ સળગાવવા માટેની અસલી લાગતી પીસ્ટલ સાથે તેની ઇન્ડીગો ફ્લાઇટની બે ટીકીટ, અરવિંદના નામની ત્રણ પાસ બુક અને એક કાળા રંગની બેગ મળી આવતાં કબજે લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...