તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દાહોદની સુદામાનગરમાંથી આંક ફરકનો જુગાર ઝડપાયો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદના ઉકરડી રોડ પરથી આંક ફરકનો જુગાર ધમધમતો હતો. આ વખતે એલ.સી.બી.એ છાપો મારતા એક વ્યક્તિ ઝડપાઇ ગયો હતો. જુગારના સાધનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ એલ.સી.બી.ના એ.એસ.આઇ. સહિતનો સ્ટાફ ગતરોજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ત્યારે ઉકરડી રોડ સુદામાનગર જતા બાતમી મળી હતી કે સુદામા નગરમાં એક વ્યક્તિ જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે. જેના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં કેટલાક વ્યક્તિઓ ટોળુ વળી કશુ લખતા જણાતા તેમને કોર્ડન કરી પકડવા જતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં સુદામાનગરમાં રહેતો અતુર મનહરલાલ બોબડા નાસભાગ દરમિયાન પડી જતાં પકડાઇ ગયો હતો. જ્યારે બાકીના ભાગી ગયા હતા. પકડાયેલા જુગારી પાસેથી વરલી મટકાના જુદી જુદી આંક ફરકના આંકડા લખેલ બે ચિઠ્ઠી અને બોલપેન મળી આવી હતી. તેની અંગઝડપી લેતાં 4,740 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...