ધરપકડ:3 માસથી વચગાળા જામીન પર ફરાર કેદી ઝડપાયો, આરોપીને ઝાલોદ પોલીસને સોંપ્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી , શરીર સબંધી તેમજ અ ગુન્હાઓમાં નાસતા ફરતા , વોન્ટેડ આરોપીઓ તેમજ પેરોલ જમ્પ ફરારી આરોપીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરી એસ.પી. હિતેશ જોયસરે જરૂરી સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને મંગળવારના રોજ દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના ઇન્ચાર્જ પી.આઇ. બી.ડી.શાહ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે નાસતા ફરતા, વોન્ટેડ તેમજ પેરોલ જ આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં હતા.

તે દરમિયાન ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ વચગાળા જામીન રજા ફરારી આરોપી ઝાલોદ તાલુકાના સાંપોઇ ગામનો કમલેશ કાળુ ડાંગી લીમડીના વરોડ ગામે આવેલ હોવાની ગુપ્ત માહિતી આધારે વરોડ ગામેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને ઝાલોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...