ધરપકડ:દારૂના કેસમાં ફરાર અંતેલાનો બૂટલેગર ઘરે આવતાં ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધાયેલો હતો

લીમખેડા પોલીસ મથકની હદમાં વિદેશી દારૂની હેરાફેરીમાં નામ ખુલ્યા બાદ ફરાર આરોપી ઘરે આવ્યો હોવાની બાતમી એલસીબીને મળી હતી. તેના આધારે અંતેલા ગામે છાપો મારતાં તે ઘરે મળતાં ધરપકડ કરી હતી.

લીમખેડા પોલીસ મથકની હદમાં દારૂ પકડાયો હતો. તે દારૂના ગુનામાં અંતેલાના પંકજ રમણ પટેલનું નામ ખુલ્યુ હતું. જોકે, પંકજ ફરાર હોવાથી પોલીસના હાથ લાગતો ન હતો. પંકજ ઘરે આવ્યો હોવાની બાતમી એલસીબી પીઆઇ બી.ડી શાહને મળી હતી.તેના આધારે પીએસઆઇ પી.એમ મકવાણા સહિતના સ્ટાફે છાપો માર્યો હતો. ત્યારે પંકજ ઘરેથી મળતાં અટકાયત કરી હતી. પંકજને લીમખેડા પોલીસ મથકે સોંપી દેવાતાં તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...