• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Free Service Of Moksha Rath To Dahod Residents For One Year, BJP President Of The City Donated 51 Thousand To The Municipality

અંતિમ યાત્રાની સેવા:દાહોદવાસીઓને એક વર્ષ સુધી મોક્ષ રથની સેવા નિ:શુલ્ક,શહેર ભાજપ પ્રમુખે પાલિકાને 51 હજારનુ દાન કર્યુ

દાહોદએક મહિનો પહેલા
  • એક વર્ષ સુધી મૃત્યુ પ્રસંગે મોક્ષ રથના 100 રુ પણ ચુંકવવા નહી પડે

દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા હસ્તકનો મોક્ષ રથ ચાલે છે. શહેરમાં કોઈપણ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો તાત્કાલિક મોક્ષ રથ મૃતકના ઘરે પહોંચી જાય છે. મોક્ષ રથનો વહીવટી ખર્ચ હાલમાં 100 રૂપીયા ચાલે છે ત્યારે દાહોદ શહેર ભાજપા પ્રમુખ દ્વારા લોક હિત માટે દાહોદ નગરપાલિકાને રૂા. 51,000નો ચેક આપી 1 વર્ષ સુધી દાહોદ શહેરમાં કોઈના પણ ઘરે મૃત્યુની ઘટના બને તો મોક્ષ રથનો કોઈ ચાર્જ ચુકવવો પડશે નહી.
પાલિકાએ ચાર્જ વધારતા વિસંગતતા ઉભી થઈ હતી
દાહોદ નગરપાલિકા દ્વારા મોક્ષ રથ ચાલે છે. જેના નગરજનોએ વહીવટી ચાર્જ પેટે 100 રૂપીયા ચુકવતાં હતાં. આ મોક્ષ રથ ઘરેથી સ્મશાન સુધી અંતિમ યાત્રામા સેવા આપે છે. જાણવા મળ્યાં અનુસાર દાહોદ નગર પાલિકા દ્વારા મોક્ષ રથના વહીવટી ચાર્જમા વધારો કરાયો હતો પરંતુ તેમા વિસંગતતા ઉભી થતા આ વધારો પરત લેવાયો હતો.
શહેર ભાજપ પ્રમુખે બીનરાજકીય નિર્ણય લઈ સેવા ભાવ બતાવ્યો
આજરોજ દાહોદ શહેર ભાજપા પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈએ આજથી એક વર્ષ માટે શહેરીજનોમાં કોઈને પણ ત્યાં મૃત્યુ પ્રસંગ બને તો મોક્ષ રથનો ખર્ચ પોતે ઉઠાવી લેવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આ ખર્ચ પેટે તેઓએ 51,000 રૂપિયાનો ચેક નગર પાલિકા દાહોદને અર્પણ કર્યા છે. આ રકમ તારીખ 31/8/23 સુધીમાં વપરાશે અને આ દરમિયાન કોઈ ખોટ આવશે તો તે પણ ભરપાઈ કરવા પ્રશાંત દેસાઈએ વચનબધ્ધતા બતાવી છે.આ રકમ વધારે થશે તો પણ તેઓ ચુકવશે. આમ, એક વર્ષ માટે શહેરીજનોને મોક્ષ રથ નિઃશુલ્ક પાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...