તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દાહોદ જીલ્લામાં લશ્કરમાં ભરતી માટે નિ:શુલ્ક નિવાસી તાલીમ

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલીમ વર્ગ તા.17 જુલાઇથી દાહોદ ખાતે શરૂ થઇ શકશે

ગોધરા ખાતે આગામી ઓગસ્ટ-2021માં યોજાનાર લશ્કરી ભરતીમાં ઓનલાઈન અરજી કરી હોય તેવા દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ સંભવિત તા. 17 જુલાઇથી દાહોદ ખાતે શરૂ કરવાનું આયોજન છે. જેમાં વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા અપાશે.

રસ ધરાવતા ઉમેદવારો જેમની ઉંમર 17.5 થી 20 વર્ષ સુધી હોય અને ધો.10 પાસ 45 ટકાથી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવી જોઈએ કે તેથી વધુ. તેમજ 1600 મીટર દોડ 6 મીનીટમાં દોડવી ફરજીયાત છે. 168 સેમી કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા (એસ.ટી યુવાનો માટે 162 સે.મી કે તેથી વધુ) તેમજ 50 કી.ગ્રા વજન અને 77થી 82 સે.મી છાતી ધરાવતા પુરુષ અપરણિત ઉમેદવારોને તા.12 થી 14 સુધીમાં કચેરી સમય દરમિયાન પાસપોર્ટ ફોટા, એલ.સી, માર્કશીટ, જાતિનો દાખલો, ડોમિસાઇલ પ્રમાણપત્ર, બેંક પાસ બુક, આધાર કાર્ડ અને આર્મી ભરતી માટે ઓનલાઈન અરજી કરેલ પ્રિન્ટ તેમજ રોજગાર કચેરીની રજીસ્ટ્રેશન પ્રિન્ટ સાથે નિયત નમૂનામાં અરજી કરવા માટે કોવિડ ગાઈડ લાઈનનું પાલન થાય તે મુજબ ઈમેલ આઈડી dee-dah@gujarat.gov.in પર તમામ ડોક્યુમેન્ટની પીડીએફ ફાઈલ બનાવી મોકલી આપવી.

અરજીનો નમુનો મેળવવા માટે રોજગાર કચેરી દાહોદનાં ફેસબુક એકાઉન્ટ jilla rojgar kacheri dahod પરથી ડાઉનલોડ કરવા દાહોદના રોજગાર અધિકારીએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...