તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:ગરબાડાના 5 યુવકો સાથે નોકરી અપાવવાના બહાને રૂ12.50 લાખની છેતરપિંડી કરાઇ

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આર.પી.એફ.માં એસ.આઇ. હોવાની ખોટી ઓળખ આપી ઠગાઇ કરાઇ
  • ખોટા આઇ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી રૂા. 2.50 લાખ પડાવ્યા

ગરબાડાના એક વ્યક્તિએ આર.પી.એફ.માં એસ.આઇ. હોવાની ખોટી ઓળખ આપી નોકરી અપાવવાની લાલચ આપી ગામના જ પાંચ યુવકોને ખોટા આઇ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી 12.50 લાખની છેતરપીંડી કરતાં ગરબાડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરબાડાના 24 વર્ષિય દેવેન્દ્રભાઇ હરીશભાઇ પંચાલને નવેમ્બર’19માં તેના મિત્ર એજાજ શેખે તેને જણાવેલ કે તેનો મિત્ર અરવિંદભાઇ મનુભાઇ સંગાડા મળેલો અને તે રેલવે પોલીસમાં આર.પી.એફ.માં એસ.આઇ. તરીકે વલસાડમાં નોકરી કરૂ છુ અને તારે તારા કોઇ મિત્રને નોકરીએ લગાવવાનો હોઇ તો મને કહેજે તેવી વાત કરતા દેવેન્દ્રભાઇ પંચાલે મારે પણ નોકરી લાગવુ છે તેમ કહેતા એજાજે શેખે હું મારા મિત્ર અરવિંદભાઇને વાત કરૂ તેમ કહેતા દેવેન્દ્રભાઇ પંચાલે તેના બીજા મિત્ર સલમાન યુસુબ શેખ, ગણેશભાઇ કાળુભાઇ ચાવડા, સોહીલભાઇ યુસુબભાઇ શેખ તથા એજાજ સોએબ શેખ પાંચેય મિત્રો ભેગા થઇ અરવીંદભાઇ મનુભાઇ સંગાડાના ઘરે ગયા હતા અને નોકરીની વાત કરી હતી.

જેથી અરવીંદ સંગાડાએ વ્યક્તિદીઠ રૂ.2,50,000 રૂપિયા આપવા પડશેનું જણાવતાં તેઓએ હા પાડી હતી અને તા.14-1-2020ના રોજ દેવેન્દ્રના મિસ્તર સલમાનભાઇએ અરવીંદભાઇને ફોન કરતા ડોક્યુમેન્ટ તથા ફોટાઓ લઇ દાહોદ રેલવે સ્ટેશને બોલાવતા પાંચેય મિત્ર દાહોદ રેલવે સ્ટેશન આવ્યા હતા. ત્યાર બાદ ફોર્મ ભરવા, પરીક્ષા આ પાસ થવાના, મેડીકલના દોડ અને ગ્રાઉન્ડ પાસ કરવા અને ત્યાર બાદ ઓર્ડર માટે એક વ્યક્તિના 2,50,000 રૂપિયા આપવા પડશે તેમ કહી તેઓ પાસેથી કુલ 12,50,000 રૂપિયા લઇ ખોટા આઇ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી હતી. આ અંગે ગરબાડા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...