દુર્ઘટના:પીપળીયામાં બાઇકની અડફેટે પટકાયેલા યુવકના પગે ફ્રેક્ચર

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાછળથી ટક્કર મારતાં નીચે પટકાયા હતા

પીપળીયા ગામના અંદરવીંદભાઇ ભીમાભાઇ પરમાર તા.26ના રોજ ઘરેથી બપોરે બાઇક લઇને સીંગવડ તાલુકા પંચાયત ઓફીસે કામ અર્તે ગયા હતા. ત્યાંથી કામ પતાવી બપોરના આશરે સવા ત્રણેક વાગ્યે ઘરે આવવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન પીપળીયા ગામમાં પ્રાથમિક શાળા નજીક મોટર સાયકલના ચાલકે પોતાની વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી ટક્કર મારતાં અરવીંદભાઇ પરમાર બાઇક સાથે નીચે રોડ ઉપર પડી ગયા હતા અને અજાણ્યો ચાલક પોતાની મો.સાયકલ મુકી ભાગી ગયો હતો. જેમાં અરવીંદભાઇને ઘુટણની નીચેના ભાગે એડીના ભાગે ગંભીર ઇજાઓ થતાં ખાનગી વાહનમાં દાહોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. આ સંદર્ભે અરવીંદભાઇએ રંણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...