જાનહાનિ ટળી:દાહોદના ગમલા પાસે હાઇવે પર પીકઅપ ડાલાના ચાલકે ચાર યુવકોને અડફેટે લીધા, ત્રણને ફ્રેક્ચર થયા

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક પીકઅપ મુકી ફરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ તાલુકાના ગમલા ગામમાં એક જ ફળિયામાં રહેતા ચાર યુવકો પગ પાળા જઈ રહ્યા હતા.તે સમયે પીકઅપ ડાલાના ચાલકે તમામને અડફેટે લેતાં ચારેયને ઓછી વધતી ઈજાઓ થઈ હતી.ચાલક વાહન મુકી ફરાર થઈ જતા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંઈ છે.

હાઈવે પર ચાલતા જતા યુવકોને અડફેટે લીધા
દાહોદ તાલુકાના ગમલા ગામના કમળી ફળિયામાં રહેતો મનેશભાઇ રમણભાઇ ભાભોર તથા સંજયભાઇ મુકેશભાઇ કળમી, મહેશભાઇ કળમી, નાનુભાઇ બાલુભાઇ કળમી બપોરના સમયે કતવારા ગામે મંદિર પાસે હાઇવે ઉપર પગપાળા જઇ રહ્યા હતા. તે દરમિયાન જીજે-23-એટી-2077 નંબરના મહેન્દ્રા પીકઅપ ડાલાના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઇડમાં ચાલતા જતાં ચારેય યુવકોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

ત્રણ યુવકોને જુદી જુદી જગ્યાએ ફેકચર થયા
આ અકસ્માતમાં મહેશભાઇ કળમીને ડાબા પગના ગુઠણની નીચે તેમજ સંજયને ડાબા પગના નળાના ભાગે તેમજ નળાના બહારના હાડકાના ભાગે ફ્રેક્ચર તથા જમણા ખભાના ભાગે તેમજ કમ્મરના ભાગે ઇજા થઇ હતી. જ્યારે મનેશ ભાભોરને જમણા પગના ઘુટણની નીચે નળાના ભાગે તેમજ નળાના ડાબી બાજુના હાડકાના ભાકે ફ્રેક્ચર, નાનુભાઇ કળમીને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત કરી ચાલક પીકઅપ ડાલુ મુકી નાસી ગયો હતો.

ઈજાગ્રસ્તના પિતાએ ફરિયાદ દાખલ કરાવી
આ સંદર્ભે ઇજાગ્રસ્ત મનેશ ભાભોરના પિતા રમણભાઇ ભાભોરે ચાલક વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...