દાહોદ બી ડીવીઝન પોલીસે દાહોદ બસ સ્ટેશન પર પોટલા લઈને ઉભેલી ચાર મહિલાઓ શંકાસ્પદ જણાઈ હતી.તેમના પોટલાની તલાસી લઈ રૂપિયા 85 હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડી ચારે મહિલાઓની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
બસ સ્ટેશને મહિલાઓની વર્તણૂક શંકાસ્પદ જણાઈ
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના બસ સ્ટેશન પર ગરબાડાના નઢેલાવ ગામના પટેલ ફળિયામાં રહેતી કબુબેન મીથુનભાઈ હઠીલા, સાંગા ગામના નિનામા ફળિયાના મૂળ વતની અને હાલ અમદાવાદ અંબીકા ટ્યુબના કાચા છાપરા વટવા ખાતે રહેતી રેતુબેન મનીષભાઈ રૂમાલભાઈ મિનામા, ગરબાડાના આમલી ખજુરીયા ગામની મૂળ રહેવાસી અને હાલ અમદાવાદ વટવા ખાતે રહેતી સાજનબેન ગોપાળભાઈ માવજીભાઈ કલારા તથા ગરબાડાના માતવા ગામના ડામોર ફળિયાની અબુબેન શંકરભાઈ જવલાભાઈ ડામોર એન ચારે મહિલા અમદાવાદ જવા માટે પોતાના પોટલા સાથે ઉભી હતી.બસ સ્ટેશન પર ફરજ પરની પોલિસને જાેઈ આ ચારે મહિલાઓ આઘી પાછી થતાં એ ચારે મહિલાઓની હિલમાલ પોલિસને શંકાસ્પદ લાગી હતી.
પોલીસે ચારેયના પોટલાની તલાસી લીધી
આ ચારેય મહિલાઓના પોટલાની તલાસી લેતા પોલીસ ચોંકી ગઈ હતી.મહિલાઓના પોટલાઓમાંથી પોલીસે રૂા. 85,501ની કુલ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ તતા બીયરની કુલ બોટ નંગ-803 ઝડપી પાડ્યા હતા.પોલીસે ચારેય મહિલાઓની અટક કરી છે.ચારે મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.