તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચોરીની બે બાઇક સાથે 2 બાળ કિશોર સહિત 4ને ઝડપી પાડ્યા

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક પ્રસારણનગરમાંથી તથા બીજી હાલોલથી ચોરી
  • દાહોદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝબ્બે કર્યા

દાહોદમાંથી ચોરી કરેલી બે બાઇક સાથે બે બાળક કિશોર સહિત ચાર લોકોને શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા. દાહોદ શહેરમાં બનતા મોટર સાયકલ ચોરીના ગુના અટકાવવા માટે એસ.પી. હિતેશકુાર જદોયસરની કડક સુચના તથા ડી.વાય.એસ.પી. શૈફાલી બરવાલના માર્ગદર્શનમાં આવા ગુનાઓ શોધી કાઢવા શહેર પી.આઇ. વી.પી.પટેલને સુચન કર્યુ હતું. જે અનુસંધાનમાં પી.આઇ. વી.પી.પટેલે પી.એસ.આઇ. એસ.એમ.પઠાણ તથા ડી સ્ટાફ ચોકીના સ્ટાફને માર્ગદર્શન અને સુચનામાં પેટ્રોલીંગમાં તેમજ વાહન ચેકીંગમાં હતા.

ગતરોજ દાહોદ ગરબાડા ચોકડી તરફથી એક પલ્સર મોટર સાયકલ નંબર વગરની લઇને બે શખ્સો દાહોદ આવતા હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ વોચમા ઉભા હતા. ત્યારે દાહોદ ગરબાડા ચોકડી તરફથી બાતમી વાળી મોટર સાયકલ આવતા તેના ચાલકને ઉભી રખાવી પુછપરછ કરતાં મધ્યપ્રદેશના જોબટ તાલુકાના ઢેકાકુંડ ગામનો ગોપાલ ખુમાનસિંહ બધેલ જણાવ્યું હતું. જ્યારે મોટર સાયકલના કાગળો માંગતે ગલ્લા તલ્લા કર્યા હતા અને કડકાઇથી પુછપરથ કરતાં તા.19મીના રોજ શહેરના પ્રસારણનગરમાંથી આ બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ગોપાલ ખુમાનસિંહ બધેલ તથા તેની સાથેના બાળકિશોરને ચોરીની પલ્સર મોટર સાયકલ સાથે ધરપકડ કરી હતી.

દાહોદ પડાવ સર્કલ ઉપર વાહન ચેકિંગ દરમ્યાન એક આગળ પાછળની કાઢી નાખેલી નંબર પ્લેટ અપ્પાચી ઉપર ગરબાડા તરફથી આવતા બે વ્યક્તિઓ રોકી તેમના નામઠામ પુછતા પોતે મ.પ્ર.ના ઝાબુઆ તાલુકાના રૂપાખેડા ગામનો અતુલ પુનસીંગ ગણાવા તથા પાછળ બેસેલ બાળકીશોરને તેમની પાસેની અપ્પાજીના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરવા અને પોતાની પાસે કાગળો નહી હોવાનું જણાવ્યું હતું.

પોલીસને શંકા જતા બન્નેની વધુ પુછપરછ કરતાં તેઓએ આ બાઇક હાલોલથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. અંદાજે રૂ .75,000ની અપાચી બાઇક સાથે અતુલ પુનસીંગ ગણાવાની ધરપકડ કરી હતી. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવતા બાળકીશોરને હસ્તગત કરી સ્ટેશન ડાયરીમાં નોંધ કરી ઉપલા અધિકારીઓને તથા હાલોલ પોલીસ સ્ટેશને વાયરલેસ મેસેજ કરી આગળની કાર્યવાહી માટે સોંપવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...