ભાસ્કર વિશેષ:ડાકણના વહેમમાં મહિલા પર હુમલો કરનાર મહિલા સહિત ચારને રું.16,000નો દંડ કરાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બારિયા કોર્ટે દંડની રકમમાંથી 10 હજાર વળતર પેટે મહિલાને ચૂકવવા હુકમ કર્યો
  • નવેમ્બર-2016માં ડાંગરીયામાં કુટુંબના 3 માણસોને ખાઇ ગઇ છે કહી મારી નાખવાની ધમકી આપી હતી

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ડાંગરીયામાં નવેમ્બર 2016માં ડાકણનો વહેમ રાખી અમારા કુટુંબના માણસોને ખાઇ ગઇ છે કહી મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે મહિલાએ ત્રણ મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાવ્યા બાદ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીઓને 16,000 રૂ.નો દંડ ફટકારી અને દંડની રકમમાંથી 10 હજાર વળતર પેટે મહિલાનો ચુકવવાનો હુકમ કર્યો હતો.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામે તા.28/11/2016 ના રોજ સરદારભાઈ ભલાભાઈ કોળી, કપુરીબેન ભગાભાઈ કોળી, સુરેખાબેન સરદારભાઈ કોળી તથા મંજુલાબેન મુકેશભાઈ કોળીએ મારક હથિયારો સાથે આવી ગાળો બોલતા જઇ શારદાબેન સાંમતસિંહ ઘનસંખભાઈ ડામોરના ઘરે જઇ તું ડાકણ છે અને અમારા કુટુંબના ત્રણ માણસોને ખાઈ ગયેલ છે. તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

જે સંબંધે દેવગઢ બારિયા પોલીસ મથકે શારદાબેને ચાર સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યાર બાદ કેસ દે.બારીયા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કે.એમ.વસાવાની દલીલો તથા ગુના સંબધે રજુ કરેલા પુરાવાને નામદાર કોર્ટના જજ એ.જે.વાસુએ ગ્રાહ્ય રાખી આરોપીઓ ત્રણ મહિલા સહિત ચારને દોષી ઠેરવી આરોપીઓને 16,000 રૂ.નો દંડ ફટકારી અને દંડની રકમમાંથી શારદાબેનને 10,000 રૂ. વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...