તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારિયા જોરમાં:દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં ચાર જુગારધામ પર પોલીસ ત્રાટકી, 20 જુગારિયાઓને ઝડપી પાડ્યા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 62 હજાર 190 રોકડ જપ્ત કરી, પાંચ ખેલી ફરાર

દાહોદ જિલ્લામાં શ્રાવણિયા જુગારની મૈાસમ સોળે કળાએ ખીલી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે, એક જ દિવસમાં પોલીસે ચાર જુદી જુદી જગ્યાએ દરોડા પાડી 20 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. તમામ સ્થળેથી મળી કુલ રુપિયા 62 હજાર 190 ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જ્યારે ચારેય સ્થળ પરથી કુલ પાંચ જુગારિયા ફરાર થઇ જવામાં સફળ થતાં પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

શ્રાવણ મહિનો હવે છેલ્લા ચરણમાં આવી ગયો છે અને જન્માષ્ટમી પણ હવે ઢુંકડી છે ત્યારે અધીરીયા બનેલા જુગારિયાઓ પણ બેખૈાફ થઇ રોોકડી કરી લેવાની પેરવીમાં હોય તેમ લાગી રહ્યુ છે પરંતુ પોલીસ આ બદી ડામવામાં સક્રિય હોય તેમ જણાઇ રહ્યુ છે.

પ્રથમ ઘટનામાં ગુણા ગામે આવેલ ખુલ્લા ખેતરમાં એક ઝાડ નીચે જાહેરમાં ગંજી પત્તા પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા અલ્કેશ માનસિંગભાઈ બારીઆ, સંજય અમરસિંહ વણઝારા, રંગીત ચીમનભાઈ બારીઆ, પ્રકાશ પરસિંગભાઈ બારીઆ, ઇશ્વર ચીમનભાઈ બારીઆ અને હિતેશ ચંદ્રસિંહ બારીઆ (તમામ રહેવાસી. ગુણા, તાલુકો, દેવગઢ બારીયા) નાઓ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા.

આ અંગેની બાતમી દાહોદ એલ.સી.બી. પોલીસને મળતા પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારી છ જુગારીઓને ઝડપી પાડયા હતા અને તેઓની પાસેથી રોકડા રૂપિયા 10 હજાર 210ની રોકડ રકમ કબજે કરી છ જુગારીઓ વિરુદ્ધ પીપલોદ પોલીસ મથકે એલસીબી પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી ઘટનામાં દેવગઢ બારીયા તાલુકામાં જ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ઉધાવળા ગામે મસ્જિદની પાછળ, નાકટી ફળિયામાં જાહેરમાં જુગાર રમી રહેલા નિલેશ જયંતીભાઈ સોની (રહેવાસી. કાજીવાડા, બિસ્મિલ્લા મસ્જિદ, ગોધરા, જિલ્લો, પંચમહાલ), જફર અહેમદ સિરાજ મિયા સૈયદ (રહેવાસી. નવાપુરા, એકલવ્ય છાત્રાલય પાસે, છોટાઉદેપુર), સિદ્દીક ઈસ્માઈલ ખાન પઠાણ (રહેવાસી. મકરાણી મોહલ્લા, ગધેડા ફળિયા, છોટાઉદેપુર), મહેશ ગુલાબદાસ ગંગાધરાની સિંધી (રહેવાસી. જુલેલાલ સોસાયટી, fci ગોડાઉનની સામે, ભુરાવાવ ગોધરા), હનીફ અબ્દુલ્લાભાઈ પીંજારા (રહેવાસી. ઉધાવળા,પીંજારા ફળિયા, તાલુકો દેવગઢ બારીયા) જ્યારે વોન્ટેડ સિકંદર સત્તાર રામાવાલા (રહેવાસી. કાપડી, દેવગઢ બારીયા), સત્તાર ઉર્ફે બોખો અબ્દુલ્લા શુક્લા (રહેવાસી. કાપડી, દેવગઢ બારીયા), સલીમ રસુલ બકસાવાલા (રહેવાસી. ઉધાવળા, તાલુકો દેવગઢ બારીયા) તથા તેમની સાથે અન્ય ભાગી જનાર ઈસમો જાહેરમાં પાનના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી.

બાતમી મળતાની સાથે એલસીબી પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 22 હજાર 390ની રોકડ રકમ કબ્જે લઇ ફરાર વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય એક દરોડામાં દાહોદ શહેરમાં આવેલા ગોદી રોડ, સિંગલ ફળિયામાં આવેલ સાસીવાડની વાડીની બહાર જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા સુનિલ રામુભાઈ ભાટ (રહેવાસી. જીવનદીપ સોસાયટી, મહુડી જોલા ફળિયુ, દાહોદ), વિષ્ણુ ઉદેશીંગ તેરવા (સાસી) (રહેવાસી, દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા), દર્શન રઘુવીર ચૌહાણ (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા), દિલીપ ઉર્ફે દિલ્લુ લાલચંદ સાસી (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા) અને રવિ ભગાભાઈ સાસી (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા) આ પાંચેય જણા જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહ્યા હતા.

આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતાની સાથે પોલીસે આ સ્થળે પહોંચી તો છાપો માર્યો હતો અને છાપો મારતાની સાથે જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં રવિ ભગાભાઈ સાસી નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે અન્ય 4 જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 18 હજાર 490ની રોકડ રકમ તેમજ એક મોબાઈલ ફોન કબ્જે લઇ પાંચ જુગારીઓ વિરુદ્ધ દાહોદ શહેર પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેવી જ રીતે દાહોદ શહેરમાં આવેલા કસ્બા કેમલા વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા એજાઝખાન ઇનામખાન પઠાણ (રહેવાસી. કસ્બા,કલાલ જાપા, દાહોદ), ઈરફાન સિકંદરભાઈ કાનુગા (રહેવાસી. કસ્બા, કલાલ છાપા, દાહોદ), સલમાન જાકીરભાઇ શેખ (રહેવાસી.ગરબાડા), જિલાનીભાઈ રસુલભાઇ કુરેશી (રહેવાસી. કસ્બા,જુના વણકરવાસ, દાહોદ), ફીરદોસ ઉર્ફે ચાસણી યુસુફભાઈ પીંજારા (રહેવાસી. દાહોદ, કસ્બા ઘાંચીવાડ) અને ફિરોજ ઉર્ફે બચ્ચો યુનુસ સાજી (રહેવાસી. દાહોદ, કસ્બા બારીયાવાડ) આ છ જણા જાહેરમાં જુગાર રમતા હતા.

આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતા પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. આ દરમિયાન પોલીસને જોઇ જુગારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફિરોજ ઉર્ફે બચ્ચો યુનુસ સાજી નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે અન્ય પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 10 હજાર 750ની રકમ કબ્જે કરી દાહોદ શહેર પોલીસે 6 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...