તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:દાહોદ જિલ્લાની તિજોરી કચેરીના ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે મહિલા અને બે પુરુષ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
 • બીલો પાસ કરાવવા તમામ કચેરીઓના કર્મચારીઓ આ કચેરીમાં આવે છે

દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રોજે રોજ ધમધમતી જિલ્લા તિજોરી કચેરીના ચાર કર્મચારીઓ કોરોનામાં સપડાતા ફફડાટ ફેલાઈ ગયો છે. દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 3000 ને પાર થઈ ગયો છે. રોજના સરેરાશ 24 દર્દી સપ્તાહથી નોંધાઈ રહ્યાં છે. તથા હાલમાં 3 મૃત્યુ પણ થયા છે.

નાણાંકીય લેવડદેવડને લગતી કામગીરી આ કચેરીમાં જ થાય છે

દાહોદ જિલ્લા તિજોરી કચેરીના ચાર કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમા બે મહિલા અને બે પુરુષ કર્મચારીઓનો સમાવેશ થાય છે. નાણાંકીય લેવડદેવડને લગતી કામગીરી આ કચેરીમાં જ થાય છે. જેથી સ્વાભાવિક રીતે જ આ કચેરીમાં આખો દિવસ ભીડ રહે છે. હાલમાં જ 31 માર્ચ ગઈ છે. ત્યારે કેટલાય લોકોની આ કચેરીમાં આવન જાવન થઈ હશે. આ કચેરી કલેક્ટર કચેરીના ભોંયતળિયે આવેલી છે. તેમજ બીલો પાસ કરાવવા તમામ કચેરીઓના કર્મચારીઓ આ કચેરીમાં જ આવે છે. જેથી આ કચેરીમાં થયેલુ સંક્રમણ ગંભીર બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો