ચૂંટણી 2022:દાહોદમાં મંગળવારે વધુ 10 ઉમેદવારોના ફોર્મ રજૂ થયા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધ-ગુરુવારે પણ વધુ ઉમેદવારી નોંધાશે
  • લીમખેડા​​​​​​​ ગરબાડા ઝાલોદ ફતેપુરા, બારિયામાં ઉમેદવારી પત્રો ભરાયાં

મંગળવારે દાહોદ જિલ્લામાં લીમખેડા, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા અને દેવગઢ બારિયા વિધાનસભા સહિતના 10 જેટલા ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં લીમખેડામાં ભાજપમાંથી ભાભોર શૈલેષભાઈ સુમનભાઈ તથા કટારા સામાભાઈ દલાભાઈ તેમજ આમ આદમી પાર્ટીમાંથી બારીયા નરેશભાઈ પુનાભાઈ સહિત ત્રણ ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થયા હતા. ગરબાડામાં આમ આદમી પાર્ટીમાંથી શૈલેષભાઇ કનુભાઇ ભાભોર તથા બહુજન સમાજ પાર્ટીમાંથી ધુળાભાઇ દીતાભાઇ ભાભોરે ઉમેદવારી નોંધાવી હતી.

ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ડોક્ટર મિતેશ ગરાસીયા, આદિત મિતેશભાઇ ગરાસિયાએ ફોર્મ ભર્યું હતું. જ્યારે ફતેપુરામાં કોંગ્રેસમાંથી રઘુભાઈ મછાર તથા ઘનશ્યામ મછારે તેમજ આમ આદમી પાર્ટીમાંથી ગોવિંદભાઈ પરમારે પણ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે દેવગઢ બારિયામાંથી આમ આદમી પાર્ટીમાંથી વાખડા ભરતસિંહ પ્રતાપસિંહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બુધવાર અને ગુરૂવારે પણ વધુ ઉમેદવારી પત્રો નોંધાવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...