સરકાર વિરુદ્ધ પ્રદર્શન:PMના લાંબા આયુષ્યની કામનામાં સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક ભૂલાયાં

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ ભાજપ પક્ષ દ્વારા પંજાબ સરકાર વિરુદ્ધ પ્રદર્શન

દાહોદ શહેર ભાજપા દ્વારા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ જલારામ મંદિર, મંડાવાવ રોડ ખાતે તથા રેલી કાઢી પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો હતો. પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કફલાને રોકવા અંગે બનેલ ઘટનાને લઈ પ્રદર્શન કર્યું હતું.

પંજાબ સરકાર અને કોંગ્રેસ વિરોધ સુત્તોચાર પણ કરવામાં આવ્યા હતાં. જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી તથા જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની ઉપસ્થિતિમા કરાયો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પંજાબમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકવાની ઘટનાને અત્યંત નિંદનીય અને કોંગ્રેસની નિમ્નકક્ષાની માનસિકતાના વિરોધ સાથે પ્રદર્શન પાતાળેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...