કાર્યવાહી:બારિયાના સાગટાળા પાસે 2 જીપમાંથી 6.25 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મધ્ય પ્રદેશના કઠ્ઠીવાડાથી વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામ પાસે એલસીબીએ નાકાબંધી કરીને મધ્ય પ્રદેશથી બે જીપમાં લવાઇ રહેલો 6.25 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. માંડવા ગામના એક યુવકની ધરપકડ કરીને સાગટાળા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દાહોદ એલસીબી દેવગઢ બારિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે વખતે દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામનો કલસીંગભાઇ સુરસીંગભાઇ બારીયા મધ્ય પ્રદેશના કઠીવાડાથી માંડવ તરફ જીજે-20-એ-3378 બોલેરો તથા જીજે-17-એન-8483 નંબરની મેક્ષ ગાડીમાં વિદેશી દારૂ લઇને આવી રહ્યો હોવાની બાતમી મળી હતી.

તેના આધારે એલસીબી પી.આઇ એમ.કે ખાંટ, પીએસઆઇ એમ.એફ ડામોર અને બી.આર ઝાલા સહિતના સ્ટાફે નાકાબંધી ગોઠવી હતી. ત્યારે સાગટાળા પાસે આવેલી બંને ગાડીઓ પ્રયત્ન બાદ રોકતાં તેમાંથી 6,25,152 રૂપિયાની પુઠ્ઠાની 170 પેટીમાં ભરેલી વિદેશી દારૂની 6168 બોટલો મળી આવી હતી.

પોલીસે 5.50 લાખ રૂપિયાની બંને જીપ પણ જપ્ત કરી હતી. દેવગઢ બારિયાના માંડવ ગામના કલસીંગ સુરસીંગ બારીયા તથા બન્ને ગાડીના ચાલકો સામે ગુનો દાખલ કરીને સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...