દારૂની હેરાફેરી:ઝાલોદના સાંપોઈથી કારમાં લઈ જવાઈ રહેલો 1.17 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામેથી પોલીસે એક કાર ઝડપી પાડી હતી.કારમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. 1,17,600 રુ.નો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસને ચકમો આપી ચાર વ્યકિત ફરાર થઈ ગયા હતા.

ફરાર થઈ ગયેલા ચારેય સ્થાનિક,પોલીસે નામ જોગ ગુના નોંધયા
ગત તા.3 સપ્ટેમ્બરના રોજ ઝાલોદ પોલીસે સાંપોઈ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક કાર પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે પોલીસને દુરથી જાેઈ ગાડીમાં સવાર હાર્દિપ ઉર્ફે દિલીપભાઈ રાકેશભાઈ વસૈયા (રહે. સાંપોઈ), બાદલભાઈ શશીકાન્તભાઈ હઠીલા (રહે. પારેવા, તા. ઝાલોદ), રોહિતભાઈ પ્રદિપભાઈ વણઝારા (રહે. ડબગરવાસ, લીમડી, તા. ઝાલોદ) અને શક્તિભાઈ ગલાભાઈ હઠીલા (રહે. આબા રીછુમરા ફળિયા, તા. ઝાલોદ) નાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં.

કારમાંથી દારુ બીઅરની 852 બોટલ જપ્ત કરી
​​​​​​​
પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. 852 કિંમત રૂા. 1,17,600નો જથ્થો પોલીસે કબજે કરી ઝાલોદ પોલીસે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ​​​​​​​કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...