કૃષિ:આગામી 3 દિવસ ઘઉં-ચણામાં પિયત બંધ રાખવું હિતાવહ

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

દાહોદ શહેર સહિત જિલ્લામાં ગુરુવારનો દિવસ પણ થરથર ધ્રુજાવતો રહ્યો હતો. ગુરુવારના રોજ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોએ ઠંડીની તિવ્રતા વધારી હતી. બીજી તરફ કાતીલ ઠંડી પડી રહી છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ઘઉં અને ચણામાં પિયત બંધ રાખવાની કૃષિ નિષ્ણાંતો દ્વારા જણાવાયુ છે. ગુરુવારની રાતના 2થી 4 વાગ્યા વચ્ચે પારો 7.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો ત્યારે શુક્રવારનો દિવસ પણ કાતીલ રહે તેમ જોવાઇ રહ્યું છે.

દાહોદ જિલ્લામાં છેલ્લે-છેલ્લે કાતીલ ઠંડીની અનુભૂતિ થઇ રહી છે. ઉત્તરી ઠંડા પવનોએ આખા દાહોદ જિલ્લાને થરથરાવી મુક્યો છે. બીજી તરફ પડી રહેલી આ ઠંડી ઘઉ અને ચણા માટે સારી હોવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે ત્યારે આ વખતે સારા ઉતારાની પણ આશા બંધાઇ છે. જોકે, કાતીલ ઠંડી સમયે જિલ્લામા સંખ્યાબંધ ખેડુતો પિયત આપી રહ્યા છે.

ત્યારે કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એચ.એસ કાચાએ જણાવ્યુ હતુ કે, હાલમાં ઠંડીને જોતા આગામી ત્રણ દિવસ સુધી ઘઉ અને ચણામાં પિયત બંધ રાખવુ હિતાવહ છે. આ દિવસોમાં પિયતને કારણે છોડ સુકાઇ જવાની સંભાવનાઓ છે. ગુરુવારે 15થી 20 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. જેમાં લોકો બીમાર પડવાની પણ સંભાવનાઓ છે. બે દિવસ સુધી હજી ઠંડી રહેવાના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...