તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • For The First Time In The History Of Pavagadh, The Mother's Court Remained Silent, The Murder Of The Councilor Of Zhalod In Political Persecution Was Under Discussion, The Entry Of Corona With A 9 year old Girl In Dahod

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ-ગોધરા ફ્લેશ બેક 2020:પાવાગઢના ઇતિહાસમાં પહેલીવાર માતાનો દરબાર સૂનો રહ્યો, રાજકીય કિન્નાખોરીમાં ઝાલોદના કાઉન્સિલરની હત્યા ચર્ચામાં રહી, દાહોદમાં 9 વર્ષની બાળકી સાથે કોરોનાનો પ્રવેશ

દાહોદ/ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવરાત્રીમાં એલઇડી સ્ક્રીન પર જ દર્શન કરી ભક્તોએ સંતોષ માનવો પડ્યો

2020નું વર્ષ કોરોના મહામારીના કારણે લોકોને હંમેશાં યાદ રહેશે. વિશ્વભરના લોકોને કોરોનાએ તેની ઝપેટમાં લઇને એક ખોફનો માહોલ બનાવી દીધો હતો. મંદિરો પણ બંધ રહેતાં શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી હતી. કોઇપણ તહેવાર લોકોને માણવા મળ્યો ન હતો. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં પણ આસો નવરાત્રી દરમિયાન કોરોનાની મહામારીને લીધે ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જેને લઇને નવરાત્રીમાં જ્યાં લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટે છે તે પાવાગઢ ડુંગર ભક્તો વિના સુમસાન ભાસતો હતો. પોલીસ દ્વારા ડુગર ઉપર જવાના તમામ રસ્તા બેરિકેટ મૂકીને બંધ કરી દેવામાં આવ્યા હતા. પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં આ રીતે માતાજીનું મંદિર બંધ રહ્યું હતું. ભક્તોએ ઇ-દર્શન કરીને સંતોષ માનવો પડ્યો હતો. આમ કોરોનાએ 2020 વર્ષમાં માઇભક્તોને માતાના દર્શનથી વંચિત રાખ્યા હતા.

મહામારી / દાહોદમાં 9 વર્ષની બાળકી સાથે કોરોનાનો પ્રવેશ
મધ્ય પ્રદેશના ઇન્દોરથી દાહોદ પરિવારના મોભીની અંતિમ વિધિમાં આવેલા પરિવારના પાંચ સભ્યો પૈકી નવ વર્ષની એક બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. દાહોદ જિલ્લાનો કોરોના પોઝિટિવનો આ પ્રથમ કેસ હતો. આ પ્રથમ કેસથી જ દાહોદમાં વહીવટી અને આરોગ્ય તંત્ર સક્રિય બની ગયું હતું અને તકેદારીના પગલાં લેવાના શરૂ થયા હતા. જોકે ત્યાર બાદ શરૂ થયેલો કોરોનાનો દોર અત્યાર સુધી અટકવાનું નામ લેતો નથી.

કરુણ / અસ્થિ વિસર્જન કરવા જતાં અનાસના પૂરમાં છ તણાયા
ઝાલોદ તાલુકામાંથી પસાર થતી અનાસ નદીમાં ઠૂંઠીકંકાસિયા ગામના ભિમાભાઈ ગરસિયાના નિધનના 12 દિવસ બાદ અસ્થિવિસર્જનની વિધિ કરવા માટે પરિવારજનો તેમજ સગા-સંબંધીઑ ગયા હતા. તે સમયે વિશાળ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પૂર આવતાં છ લોકો નદીની વચ્ચે આવેલા બેટ ઉપર ફસાઇ ગયા હતા. આ કરુણ બનાવમાં આ તમામ 6 વ્યક્તિઓના મોત થયા હતાં.

ભય / દાહોદ શહેરને દીપડાએ સાડા પાંચ કલાક ઉચાટમાં રાખ્યું
દાહોદ શહેરમાં ગોવિંદનગર અને બાદમાં મંડાવાવ રોડ સ્થિત ઘરમાં દીપડો ઘૂસી જતાં લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાથી આખા શહેરમાં ઉચાટની લાગણી જોવા મળી હતી. આશરે સાડા પાંચ કલાકના ઓપરેશન બાદ દીપડો ઝડપાઇ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. દીપડાએ રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયેલા લોકોને ઘાયલ પણ કર્યા હતાં.

દાહોદમાં કુટુંબના 5 સભ્યોએ અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કર્યો
(4 સપ્ટેમ્બર) દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત સુજાઇબાગના શીરીન એપાર્ટમેન્ટમાં રહેતાં સૈફી ઉર્ફે સૈફુદ્દીનભાઇ દુધિયાવાલા, 35 વર્ષિય પત્ની મેહજબીન સાથે 16 વર્ષિય દીકરી ઝૈનબ, અરવા અને 7 વર્ષિય દીકરી હુસૈનાએ શરબતમાં ઝેરી દવા ભેળવી સામૂહિક આપઘાત કરી લીધો હતો.

પંચમહાલ-મહીસાગરમાં શિયાળામાં વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
(12 ડિસેમ્બર) ભર શિયાળે વરસાદ થતાં પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં પડ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી કારતકમાં અષાઢી માહોલ સર્જાતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું.

દાહોદના નાના ડબગરવાડ સ્થિત યુવકની બાળમિત્રો દ્વારા ક્રૂર હત્યા
(22 ડિસેમ્બર) દાહોદના 19 વર્ષિય યુવકની નાની સારસીમાં હાઇવેના ડિવાઇડરની વચ્ચે તેના 3 બાળ મિત્રોએ રૂપિયાના મામલે માથામાં હથોડી અને ગળે તલવારનો ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી. આ સાથે મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્રણેની પોલીસે ધરપકડ કરી છે ત્યારે કોઇની સંડોવણી હોવાની આશંકાના પગલે મહિલાઓએ પોલીસ મથકે હોબાળો પણ કર્યો હતો.

ઘરે પહોંચવાની ચિંતામાં પથ્થરમારો : હાલોલમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ
કોરોનામાં ઘરભેગા થવા સુરતથી પરપ્રાંતિયો રવાના થયા હતાં. ત્યારે યુપીએ પોતાના રાજ્યમાં પ્રવેશબંધીનો હુકમ આપતાં MP સરકારે વાહનો પીટોલ ચેકપોસ્ટ પાસે ખંગેલામાં રોક્યા હતાં. ત્યારે ટોળાએ સંયમ ગુમાવી પથ્થમારો કર્યો હતો. જેમાં બે પોલીસને સામાન્ય ઇજા થઇ હતી.

21 માર્ચ
હાલોલના પાવાગઢ રોડ પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતાં તંત્ર દોડતું થયું હતું. હાલોલ સહિતના ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને પગલે મોટી માત્રામાં નુકશાન થયું હતું. જોકે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી.

દાહોદમાં નકલી દારૂ બનાવી રહેલી મિનિ ફેક્ટરી ઝડપાઇ
દાહોદ શહેરથી 7 કિમી દૂર આવેલા વરમખેડા ગામે વિદેશીદારૂ બનાવતી મિનિ ફેક્ટરી પકડાઇ હતી. પોલીસે પ્રવાહી કેમિકલ, ખાલી બોટલો, રેપર તેમજ નકલી દારૂ બનાવેલી 16 બોટલ મળીને 1.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો ધંધો કરતાં-કરતાં ફેક્ટરી નાખીને આત્મનિર્ભર બનવા ગયેલા પિતા અને તેના બે પુત્રો સામે તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

પ્રેમ સંબંધમાં પિતા-પુત્રની હત્યા કરી નાખી
શહેરાના વલ્લભપુર ગામે ત્રણ દિવસથી ગુમ થયેલ પિતા અનો 2 વર્ષના પુત્રની પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રેમ સંબધે બંનેની હત્યા કરાઇ હોવાના મામલે પોલીસે આરોપીઓને પકડી પાડયા હતા. આરોપીઓએ પિતાને નર્મદા કેનાલમાં નાખી દીધા હતા અને 2 વર્ષના પુત્રને મહીમાં જીવતો નાખી દીધો હતો.

દાહોદ શહેરમાં બે માથા અને ત્રણ હાથ ધરાવતું બાળક જ્ન્મ્યું
(7 મે) દાહોદના ડુંગરા ગામની 20 વર્ષીય પરિણીતા મુન્નીબેન બીલવાલને પ્રસૂતિ માટે રળિયાતીની અર્બન હોસ્પિટલ લવાઈ હતી.જ્યાંથી તેને વડોદરા લઇ જવાનું કહેતા લોકડાઉનમાં વડોદરા કરતાં દાહોદમાં જ સારું રહેશે તેમ વિચારી તેના સ્વજનો તેને શહેરની પાડવાલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મહિલાએ બે માથા, ત્રણ હાથ વાળા બાળકને જન્મ આપ્યો હતો. જે 10 જ મિનિટ જીવ્યું હતું.

રાજકીય કિન્નાખોરીમાં ઝાલોદના કાઉન્સિલરની હત્યા ચર્ચામાં રહી
(27 સપ્ટેમ્બર) ઝાલોદ નગર પાલિકાના ભાજપી કાઉન્સિલર હિરેન પટેલની રાજકીય કિન્નાખોરીમાં સોપારી આપીને જીપની ટક્કર મારીને હત્યા કરાવી નાખવામાં આવી હતી. આ પ્રકરણમાં અત્યાર સુધી સાત આરોપી ઝડપાઇ ચુક્યા છે જ્યારે મુખ્ય સૂત્રધારની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હત્યાની આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દઇ લોકોને અને પોલીસને ગુમરાહ કરવામાં આવ્યા હતા. જોકે આખરે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.

કોરોનાએ લોકડાઉન આપ્યું, ગોધરામાં પણ વેપાર-ધંધા બંધ
ભારત સરકાર દ્વારા કોરોનાની મહામારીનો ફેલાવો વધે નહી તે માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગોધરામાં તંત્ર દ્વારા તેનો કડક અમલ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત નગરના બસ સ્ટેશન તથા બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો. લગભગ ચાર મહિના સુધી આવી પરિસ્થિતિ રહેતાં લોકોના વેપાર-ધંધા ઠપ થઇ ગયા હતા.

પ્રેમિકા પક્ષ સાથે સમાધાન નહીં થતાં યુવાનનો સબજેલમાં ફાંસો
(20 ઓગસ્ટ) દાહોદ શહેરની સબજેલમાં 80 દિવસથી બંધ યુવાને પ્રેમિકા પક્ષ સાથે સમાધાન નહીં થયાનું જાણ્યા બાદ જેલમુક્તિની આશા ધુંધળી બનતાં જેલના શૌચાલયમાં ગળાફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હતી. હાઇ-કોર્ટમાંથી સપ્તાહ પહેલાં જ જામીન અરજી વિડ્રો કરાઇ હતી.

દાહોદ શહેરના રેલવે કારખાનામાં આધેડની ખુલ્લેઆમ હત્યા
દાહોદના રેલવે કારખાનામાં ફરજાધિન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં.વિવિધ કારણોસર આક્રોશમાં આવીને પપ્પુએ સરબજીતભાઇની રેલવે કારખાનામાં જાહેરમાં ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી.

દાહોદમાં વાવાઝોડા સાથે અડધા કલાકના વરસાદે તારાજી સર્જી
(12 જૂન) દાહોદ શહેરમાં મધરાતે વીજળી સાથેના મૂશળધાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. વાવાઝોડાથી 8 વીજ સબ સ્ટેશનો પૈકી 4 સબ સ્ટેશન અસરગ્રસ્ત બન્યા હતા. 66 કે.વી.ના 4 ટાવરો ધરાશાયી થતાં તા.ના 22 ફીડરો બંધ થવાથી લગભગ 57 ગામોનો વીજ સપ્લાય બંધ થઈ ગયો હતો.

દે.બારિયા સબજેલના તાળાં તોડી કાચાકામના 13 ખૂંખાર કેદી ફરાર
દાહોદના દેવગઢ બારિયામાં સબજેલની બેરેકના તાળા તોડીને લૂંટ-ધાડ, હત્યા અને દુષ્કર્મના ગુનાના કાચા કામના 13 કેદી ફરાર થયા હતાં. પરોઢો ત્રણથી ચારના અરસામાં રૂમ નં.3માં બંધ 9 કેદીમાંથી 6 અને રૂમ નં.4માંથી 7 કેદીઓ નાસી છુટ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો