તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દાહોદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન દ્વારા ખાદ્ય પદાર્થની દુકાનો તથા દૂધમંડળીઓ પર સપાટો બોલાવ્યો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીમખેડા ખાતે રૂપિયા 74 હજારનાં ઠંડા પીણાના એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરાયો
  • દૂધ શીતકેન્દ્રો ખાતે દૂધના 3315 અને 17 ફરસાણની દુકાનોના ખાદ્યતેલના નમૂના તપાસાયા

દાહોદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તેમજ નગરપાલિકાના ફૂડ ઓફિસરની ટીમ દ્વારા ઠેર ઠેર મોટા પાયે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં લીમખેડા ખાતેથી એકસ્પાયર્ડ થયેલા ઠંડા પીણાના રૂ. 73996 નો જથ્થો નાશ કરાયો તથા વિવિધ સ્થળેથી ખાદ્ય પદાર્થના 47 નમૂનાઓ પુથ્થકરણ માટે લેવાયા છે.

દૂધમંડળીઓમાંથી આવતા દૂધના 331 નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવ્યું

ઉપરાંત ફૂડ સેફટી મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા વિવિધ દૂધમંડળીઓમાંથી આવતા દૂધના 331 નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. તેમજ નાસ્તા-ફરસાણની 17 દુકાનો પર ખાદ્યતેલની ગુણવત્તા માપવામાં આવી હતી. આ સમયમા જુદા જુદા દિવસે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા લીમખેડા મુકામે આવેલા ગાયત્રી એજન્સીના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાં એક્સ્પાયર્ડ થયેલ ઠંડા પીણા જેવા કે મેન્ગોમાઝા, સ્પ્રાઇટ, ફેન્ટા ઓરેન્જ, લીમકા વગેરેનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂ.73996 થાય છે. તેનો સ્થળ પર જ ગાયત્રી એજન્સીના માલિક જયસ્વાલ ચિરાગની હાજરીમાં નાશ કરાયો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

વિવિધ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના 47 નમૂના લઇ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાયા

આ ઉપરાંત જિલ્લાના તથા નગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વિવિધ સ્થળે આકસ્મિક તપાસ કરી ખાદ્યપદાર્થોના કુલ 47 નમુનાઓ પ્રુથ્થકરણ માટે લેવાયા છે. જેનો રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...