વરસાદનુ વિઘ્ન:દાહોદથી કેદારનાથ યાત્રાએ ગયેલા કાઉન્સિલર સહિત પાંચે હરિદ્વારમા રોકાવુ પડ્યુ

દાહોદ2 મહિનો પહેલા
  • વરસાદ રોકાતા રુદ્ર પ્રયાગનો પ્રવાસ શરુ કર્યો ડીબી ડીજીટલને વીડિયો મોકલી હેમખેમ હોવાની માહિતી આપી

દાહોદ નગરપાલિકાના કાઉન્સીલર સહિત દાહોદ શહેરમાં રહેતાં તેમની સાથે અન્ય 4 વ્યક્તિઓ કેદારનાથના દર્શને જવા નીકળ્યાં હતાં. ત્યારે ભારે વરસાદને પગલે ચારધામની યાત્રા મોકુફ રાખવામાં આવી છે. ત્યારે પાંચેય દાહોદવાસીઓ હાલ હેમખેમ છે અને રૂદ્ર પ્રયાગ જવા નીકળ્યાં હોવાનુ જાણવા મળયુ છે.

કેદારનાથ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં હાલ મેઘરાજા તાંડવ મચાવી રહ્યાં છે. ચારધામની યાત્રા પણ મોકુફ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે દાહોદ નગરપાલિકાના કાઉન્સીલર બીજલ ભરવાડ સહિત તેમની સાથે અન્ય ચાર જેટલા દાહોદના જ રહેવાસીઓ અને તેમના મિત્રો બાય રોડ કેદારનાથ યાત્રા જવા નીકળ્યાં હતાં. તેવા સમયે જ કેદારનાથમાં હાલ ભારે વરસાદને પગલે ચારધામની યાત્રા રોકાઈ ગઈ છે.

દાહોદના પાંચ વ્યક્તિઓને હરીદ્વાર જઈને રોકાઈ જવું પડ્યું હતું. હાલ તેઓની સ્થિત હેમખેમ છે અને રૂદ્રપ્રયાગ જવા નીકળ્યાં છે. તેઓ દ્વારા જ દિવ્ય ભાસ્કર ડીજીટલને મોકલેલા વીડિયોમા પણ બે કાંઠે વહેતી નદીઓ દેખાઈ રહી છે. પાંચેય દાહોદના નાગરિકોએ તેઓ હાલ નિરવિઘ્ને પ્રવાસ કરી રહ્યા હોવાની માહિતી આપી છે.

અન્ય સમાચારો પણ છે...